રાજ્યમાં અનેક વખત ટ્રાફિક નિયમનો ભંગ કરીને લોકો છટકી જતા હોય છે તો વળી ક્યારેક ટ્રાફિક પોલીસ પણ રસીદ વિના ઉઘાડી લૂંટ કરતી હોય તેવા કિસ્સા સામે આવે છે. આવો જ એક કિસ્સો સુરતમાં જોવા મળ્યો હતો જ્યાં ટ્રાફિક પોલીસે કોલેજ સ્ટુડન્ટ પાસેથી 3000 ભરવા જણાવ્યુ હતુ. જેનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. જાગૃત કોલેજીયને આ ઘટના કેમેરામાં કેદ કરી હતી. જેમાં ટ્રાફિક પોલીસ રસીદ વિના જ રૂપિયાની માંગણી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ સુરત સચિન GIDC વિસ્તારમાં ટ્રાફિક પોલીસનો વાહન ચાલક પાસેથી રસીદ વિના રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં સચિન જીઆડીસી ફ્લાયઓવર બ્રિજ નીચે ટ્રાફિક પોલીસની ઉઘાડી લૂંટ થઇ રહી છે. તેમાં ટ્રાફિક પોલીસે સ્ટુડન્ટ પાસેથી 3000 રૂપિયા ભરવા જણાવ્યુ હતુ .આ વાયરલ વીડિયોમાં ટ્રાફિક પોલીસની હપ્તા ખોરી સામે આવી છે. તેમાં લાયસન્સ, આરસી બુક બતાવી છતાં રૂપિયા પાંચસોની વસુલાત કરવામાં આવી છે. તથા પાંચસો રૂપિયાની વસુલાત કરી છતાં દંડની રસીદ આપવામાં આવી ન હતી. તેથી કોલેજ સ્ટુડન્ટ દ્વારા ટ્રાફિક પોલીસની હપ્તા ખોરી કેમેરામાં કેદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવા જ પ્રકારની ઘટના પર નજર રાખવા માટે હવે પોલીસને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. જે પોલીસનાં ખભા પર લગાવાના રહેશે. આ અમેરિકાની ટેકનોલોજી હવે રાજ્ય સરકાર અપનાવવા જઇ રહી છે. જેથી કરીને ઉઘાડી લૂંટ ચલાવતા પોલીસકર્મીઓ બચી શકશે નહીં.



















Recent Comments