fbpx
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ માટે ૨ વર્ષમાં ૧૧ લાખ લોકોને ઈ-મેમો મોકલાયા

અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું પાલન કરાવવા માટે નાગરિકો પાસેથી પોલીસે અલગ પ્રકારે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. એક સમયે સ્થળ ઉપર જ રોકડ રકમનો દંડ વસૂલવામાં આવતો હતો. છેલ્લા બે વર્ષમાં કોરોનાનો સમય હોવા છતાં પણ ૪૨ કરોડ રૂપિયાનો રોકડમાં દંડ વસૂલવામાં આવ્યો છે. તે ઉપરાંત ઝ્રઝ્ર્‌ફથી આઈ મેમો મોકલીને દંડ વસૂલવાની પદ્ધતિમાં લોકોએ દંડ ભરવાનું માંડી વાળ્યું છે. છેલ્લા બે વર્ષમાં ૧૧ લાખ લોકોને ઈ મેમો મોકલવામાં આવ્યાં છે. તેમાંથી ૯૦ ટકા લોકોએ દંડની રકમ નથી ભરી. જેથી લોકો પાસેથી ઈ મેમોની દંડની રકમના ૬૫ કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ શહેરની ૬૫ લાખની વસતીમાંથી ૧૭ ટકા વસતીને ઈ મેમો મોકલવામાં આવ્યાં છે. એટલે કે ૧૫ ટકા લોકો સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે.

દંડની વસૂલાત કરવા માટે આખરે ટ્રાફિક પોલીસે ખાસ દંડ વસુલાત સ્કવોડ કાર્યરત કરવી પડી છે. શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલાત માટે પોલીસ રસ્તા ઉપર ઉભી રહીને રોકડ દંડ વસુલીને હાથેથી પહોંચ લખીને આપતી હતી. હવે, સ્થળ પર ઉભા ઉભા જ ઓનલાઈન દંડ વસુલાત કામગીરી માટે ર્ઁંજી મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે. દંડ વસુલાતમાં આધુનિક થવામાં પોલીસને થોડો વધુ સમય લાગ્યો તે દરમિયાન સીસીટીવીથી ઈ-મેમો મોકલવાની પધૃધતિ અમલમાં હતી. ઈ-ચલણ મોકલવાની પદ્ધતિમાં પોલીસે જાણે લાખના બાર હજાર કરવા હોય તેમ ઈ-ચલણ મોકલાયાં તેમાંથી માંડ ૧૦ ટકા જ દંડ વસુલાત થઈ શકી છે.

કોરોનાના સમયગાળામાં વર્ષ ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૧ દરમિયાન નિયમભંગ કરનાર વાહનચાલકોને કુલ ૧૧ લાખ ૦૭ હજાર ૨૩૫ ઈ-ચલણ અપાયાં હતાં. આમાંથી માંડ ૧૦ ટકા એટલે કે ૧.૨૯ લાખ લોકોએ ઈ-ચલણના દંડની રકમ ભરપાઈ કરી છે. હજુ પણ ૯.૭૭ લાખ લોકોએ ૬૪ કરોડ ૮૮ લાખ રૂપિયાનો દંડ ભરપાઈ કરવાનો બાકી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે ઈ-ચલણ કરતાં હાજર દંડ વધુ આશિર્વાદરૂપ છે. વર્ષ ૨૦૨૦થી જુલાઈ-૨૦૨૧ સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૮.૨૪ લાખ નાગરિકો પાસેથી સ્થળ ઉપર જ ૪૨.૨૬ કરોડ રૂપિયાનો હાજર દંડ વસુલવામાં આવ્યો હતો.

બે વર્ષમાં ૮.૨૪ લાખ લોકો પાસેથી હાજર દંડ વસુલવામાં આવ્યો તેના કરતાં ત્રણ લાખ વધુ લોકો એટલે કે કુલ ૧૧.૦૬ લોકોને ઈ-ચલણ મેમો પહોંચતા કરવામાં આવ્યાં છે. કુલ ૧૧ લાખ લોકોમાંથી માત્ર ૧.૨૯ લાખ લોકોએ ઈ-ચલણના મેમોની રકમ ભરપાઈ કરી છે. હજુ ૯.૭૭ લાખ લોકો પાસેથી ૬૪.૮૮ કરોડ રૂપિયાની ઈ-ચલણની દંડ વસુલાત કરવાના બાકી છે. બે વર્ષમાં બધું થઈને કુલ ૧૦૭ કરોડ રૂપિયા ટ્રાફિક દંડ ફટકારવામાં આવ્યો તેમાંથી ઈ-ચલાનના ૬૫ કરોડ રૂપિયાની વસૂલાત તો બાકી છે. મતલબ કે સરેરાશ ૭૦ ટકા દંડ વસુલાત હજુ બાકી છે. ટ્રાફિક પોલીસે અગાઉના બાકી પૈસાની વસુલાત કરવા માટે સ્પેશિયલ સ્કવોડ બનાવી છે.

Follow Me:

Related Posts