અમરેલીનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને શુભેચ્છા પાઠવવામાં આવી : ડો. ચંદ્રેશ ખૂંટ સહિતનાં તબીબો ઉપસ્થિત રહૃાા
અમરેલીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડો. જયેશ પટેલની વરણી થતા અમરેલી જિલ્લા જનરલ પ્રેકટીશ્નર એસો. દ્વારા પુષ્પગુચ્છ તેમજ શાલઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. અમરેલી જિલ્લા જનરલ પ્રેકટીશ્નર એસો.ના પ્રમુખ ડો. ચંદ્રેશ ખૂંટ, ડો. જુનેદ, ડો. ભીંગરાડીયા, ડો. કાપડીયા, ડો. હિમાંશુ વાજા, ડો. અલ્તાફ દેસાઈ, ડો. પિયુષ સોલંકી, ડો. વઘાશીયા, ડો. પાનેલીયા, ડો. શીરોયા, ડો. સાપરીયા દ્વારા મોમેન્ટો તેમજ શાલ, પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. ડો. જયેશ પટેલ ખૂબ જ મહેનતુ અને કામ કરવાની પઘ્ધતિ સરળ અને સારી હોવાથી તેમને બઢતી મળી હોવાનું જાણવા મળેલ છે.
Recent Comments