અમરેલીનાં યુવાનોનું નવી દિલ્હીનાં ખેડૂત આંદોલનને સમર્થન

અમરેલીના યુવાનોએ નવી દિલ્હી ખાતે શરૂ થયેલ કૃષિ બિલના વિરોધના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. અને ખેડૂતોની માંગ વ્યાજબી હોવાનું જણાવીને ખેડૂતોને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાત્રી આપી હતી. નવી દિલ્હી ખાતે શરૂ થયેલ આંદોલનના પડઘા હવે જિલ્લાના ખેડૂતો અને યુવાનો સુધી પહોંચી ગયા હોય જિલ્લામાં પણ આગામી દિવસોમાં આંદોલનના ભણકારા વાગી રહયા છે.
Recent Comments