હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલપંપ પર જરૂરીયાત મુજબ પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને તેની સપ્લાય પણ નિયમિત રીતે ચાલુ છે. નાગરિકોએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો મારફતે ફેલાતી અફવાઓથી દૂર રહેવું તથા કોઈપણ રીતે પેટ્રોલ તથા ડીઝલના જથ્થાની જરૂરિયાત વિના સંગ્રહ ન કરવો તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ

















Recent Comments