અમરેલીના ચલાલામાં માતાએ બે માસૂમ પુત્રીઓ સાથે સળગી જઈ આત્મહત્યા કરી, ત્રણ વર્ષની બાળકી તો ઘોડિયામાં જ ભડથું થઈ

અમરેલીના ચલાલામાં એક પરિણીતાએ પોતાના ઘર પર જ ઘરકંકાસથી તંગ આવી બે માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક પરિણીતાની ઉમર 40 વર્ષ જ્યારે એક પુત્રીની 14 અને એકની 3 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે
અમરેલીના ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ દેવમુરારિ ચલાલામાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. આજે તેઓ પોતાની ઘંટી પર હતા ત્યારે જ તેને તેના પાડોશીઓ દ્વારા પોતાના મકાનમાં આગ લાગી હોવાની જાણ કરવામા આવી હતી. ભરત દેવમુરારિ તાબડતોડ પોતાના ઘર પહોંચ્યા હતા. આગના પગલે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘરમાંથી સોનલબેન ભરતભાઈ દેવમુરારિ (ઉ.વ.40 વર્ષ), પુત્રી હિતાલી (ઉ.વ.14 વર્ષ) અને પુત્રી ખુશી (ઉ.વ.3) સળગેલી હાલતમાં મળી આવ્યા હતા.
Recent Comments