ખેડુત વિરોધી કોંગ્રેસને જીલ્લાની જનતાનો જડબાતોડ જવાબ અમરેલી શહેર સહિત જીલ્લાના મુખ્ય મથકો પર વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ રાખેલ તેમજ જીલ્લાના તમામ માર્કેટયાર્ડો પણ રાબેતા મુજબ ચાલુ રહેલ . ખેડુતોના હિતની વાત હોય ત્યારે હરહંમેશ ભારતીય જનતા પાર્ટી ખેડુતોની સાથે રહી તેમના હિત માટે જે કઈ પણ કરવુ પડે તે કરતી હોય છે . ભારતના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખેડુતોની આવક બમણી કરવા માટે કટીબધ્ધ છે તેમજ ખેડુતો માટે અનેક યોજનાઓ લાવેલ છે . તેના રીતે રાજય સરકારમાં વિજયભાઈ રૂપાણી , નિતીનભાઈ પટેલ ખેડુતો માટે તેમની આવક વધારવા માટે અને સ્વમાનથી રહેવા માટે ખેડુતોને લાભ કરતા અનેક યોજનાઓ લાવેલ છે . જેમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયગાળા દરમિયાન કૃષિ મહોત્સવ કરી રાજયના દરેકે દરેક ગામ સુધી કૃષિના તજજ્ઞો સાથે ખેડુતોને માર્ગદર્શન મળી રહેતુ . આજના કોંગ્રેસ પ્રેરીત બંધને સંપુર્ણ જાકારો આપી વેપારી મહામંડળો , સંસ્થાઓ , અલગ અલગ સંગઠનો દ્વારા બજારો રાબેતા મુજબ રાખવામાં આવેલ તે બદલ સૌ કોઈનો આભાર વ્યકત કરૂ છું .
અમરેલી જીલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરતા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ભાજપની સરકાર દરેક ખેડુતની આવક બમણી કરવા કટીબધ્ધ

Recent Comments