fbpx
રાષ્ટ્રીય

અમેરિકા અને રશિયા વચ્ચે અંતરિક્ષમાં પણ યુદ્ધ જેવી સ્થિતિ

અમેરિકાએ તેને એક ખતરનાક અને બિનજવાબદાર મિસાઇલ પરીક્ષણ ગણાવ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે આ પરીક્ષણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ) પર અંતરિક્ષ યાત્રિકોનું જીવન જાેખમમાં મુકાઇ ગયું છે. નોંધનીય છે કે રશિયાએ પોતાની જ એક સેટેલાઇટ પર નિશાન લગાવ્યું હતું. જેના તુટી જવાથી અંતરિક્ષમાં તેનો કાટમાળ ફેલાઇ ગયો હતો. જેને પગલે આઇએસએસના સંચાલક દળે પોતાની કેપ્સૂલમાં છુપાવવા માટે મજબુર થવું પડયું હતું. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસના જણાવ્યા મુજબ ૧૬ નવેંબરના રોજ રશિયાએ એક એંટી સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જેના દ્વારા પોતાના જ એક સેટેલાઇટને નષ્ટ કર્યો હતો. જેથી તેના ૧૫૦૦થી વધુ ટુકડા થઇ ગયા અને તે અંતરિક્ષમાં ફેલાઇ ગયા છે જે અન્ય સેટેલાઇટ અને અંતરિક્ષ યાત્રીકો માટે જાેખમકારક સાબિત થઇ શકે છે. અને બધા દેશોને તેનું નુકસાન થઇ શકે છે. હાલ અંતરિક્ષમાં સેટેલાઇટના કાટમાળના ૨૭ હજારથી વધુ ટુકડા ફરી રહ્યા છે. જે ગમે ત્યારે અન્ય સેટેલાઇટ કે સ્પેસ સ્ટેશનને ટકરાઇ શકે છે. નાસાએ પણ કહ્યું છે કે તે સેટેલાઇટના આ ટુકડાઓ પર નજર રાખી રહી છે.હવે અંતરિક્ષમાં પણ યુદ્ધ જેવી સિૃથતિ પેદા થઇ રહી છે. હાલમાં જ રશિયાએ એંટી સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું જેનાથી અમેરિકા નારાજ થઇ ગયું હતું. આ પરીક્ષણ દ્વારા રશિયાએ પોતાની જ એક સેટેલાઇટને નષ્ટ કરી દીધી હતી. જેનો કાટમાળ અંતરિક્ષમાં ફેલાઇ ગયો હતો. જે અન્ય સેટેલાઇટ માટે એક ખતરો બની ગયો છે.

Follow Me:

Related Posts