વિડિયો ગેલેરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેક્નોલોજીઝના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન

ગિફ્ટ સિટીના પ્રજ્ઞા-II બિલ્ડિંગના 7મા અને 8મા માળે શરૂ થયેલું આ અત્યાધુનિક સેન્ટર ગુજરાતની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે…

આ સેન્ટરના પ્રારંભથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે…

હેક્સાવેર ટેક્નોલોજીઝ ગુજરાતને વૈશ્વિક ટેક્નોલોજી હબ તરીકે વધુ મજબૂત બનાવશે તેમજ કંપનીનું રોકાણ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે…

Related Posts