fbpx
બોલિવૂડ

આમિર ખાન અને રણબીર કપૂર ફિલ્મમાં સાથે જાેવા મળશે

આમિર અન ેરણબીર જે ફિલ્મમાં સાથે આવવાના છે તે ફિલ્મ માટે હિરોઇન અંગેનો ર્નિણય હજી લેવાયો નથી. આમિરને લાલ સિંહચડ્ડામાં આલિયા સાથે કામ કરવાની બહુ ઇચ્છા હતી. આલિયાએ આ ફિલ્મ માટે સલમાન સાથેની ઇન્શાલ્લાહ છોડી દીધી હતી. હવે જાેવાનું એ રહે છે કે, શું આમિર હવે રણબીર કપૂર સાથે આલિયાને પણ લેવાની તજવીજમાં છે કે શું ?જાે આમ થશે તો રૂપેરી પડદે આમિર, રણબીર અને આલિયા ધૂમ મચાવશે તે વાતમાં કોઇ સંદેહ નથી. આ પહેલા આમિર અને રણબીરનું નામ સ્વ. ગુલશન કુમારની બાયોપિક માટે પણ જાેડાયું હતું. એવી ચર્ચા હતી કે, અક્ષય કુમારેઆ ફિલ્મ છોડી દીધા પછી આમિર ખાન આ પ્રોજેક્ટનો હિસ્સો બન્યો હતો. આમિરે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાની સાથે નિર્માણ કરવાનું પણ વિચાર્યું હતું. આ ફિલ્મ માટે તેણે રણબીર કપૂરને મુખ્ય રોલ આપવાનો ર્નિણય લઇ લીધો હતો, પરંતુ આ પ્રોજેક્ટનો પછીથી વીંટો વળી ગયો.બોલીવૂડમાં આમિર ખાન મિ.પરફેકનિસ્ટ તરીકે જાણીતો છે. તેની લાલસિંહ ચડ્ડા રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યાં તો તેની બીજી ફિલ્મની ચર્ચા થવા લાગી છે. સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આમિર ખાન અને રણબીર કપૂર એક ફિલ્મમાં સાથે જાેવા મળવાના છે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન જ કરી રહ્યો છે. આમિર અને રણબીરને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી હોવાથી બન્ને સાથે કામ કરવા રાજી થયા છે. આ ફિલ્મનું શૂટિંગ સાલ ૨૦૨૨ના મધ્યમાં શરૂ થાય તેવી વકી છે. આ ફિલ્મની ઘોષણા આમિર ખાનના જન્મદિવસ પર થાય તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts