ભાવનગર

ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને નવી ચૂંટાયેલી જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક યોજાઈ

આજરોજ જિલ્લા પંચાયત ખાતે નવી ચૂંટાયેલ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર
શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકના મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ
પદે શ્રી અશોકભાઇ લાધવા અને ઉપપ્રમુખ પદે શ્રી સુજાનસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ પદે શ્રી અશોકભાઇ લાધવા અને ઉપપ્રમુખ પદે શ્રી સુજાનસિંહ ગોહિલ વિજેતા જાહેર
કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ એ નવનિયુક્ત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને
અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા પંચાયત પ્રથમ બેઠકમાં ચૂંટાયેલ હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ
ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts