ભાવનગર

તળાજા તાલુકાના ખંઢેરા બંધારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન સાવચેતી રાખવા તંત્રની અપીલ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા
યોજનાને ચાલુ વર્ષ–૨૦૨૬ ના ચોમાસા દરમિયાન ખંઢેરા બંધારા યોજનાના જળાશયમાં ભરપૂર સપાટી ૪.૨૦ મીટર
સુધી પાણી ભરવાનું આયોજન કરવામાં આવેલ છે. મહત્તમ પૂર સ્થિતિ દરમિયાન તળાજા તાલુકાના ખંઢેરા ગામ
સહિત ખંઢેરા અને આમળા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જરૂરી જણાય
ત્યારે ઉપરવાસના સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવે છે.
વધુમાં, જળાશયના ઉપરવાસ વિસ્તારમાં નદીમાં માણસોની અવરજવર તથા ઢોર-ઢાંખરને પ્રવેશ ન આપવા
અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ ઉપરવાસના ૧૭.૨૨ હેક્ટર વિસ્તારની ઓળખ પ્રસ્થાપિત થયેલ જમીનમાં પ્રવેશ
ન કરવા તથા કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.
આ અંગેની માહિતી કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ, ભાવનગર દ્વારા આપવામાં આવી છે.

Related Posts