fbpx
રાષ્ટ્રીય

ઓમિક્રોનના પગલે સરકારે ફ્લાઇટ્‌સ શરૂ કરવાનો ર્નિણય મોકૂફ રાખ્યો

ઉડ્ડયન નિયામક ડીજીસીએએ જણાવ્યું હતું કે શેડયુલ્ડ કોમર્સિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ સર્વિસિસ ફરીથી શરુ કરવાની જાહેરાત હવે પછી કરવામાં આવશે. કોરોના વાઇરસના પગલે ૨૩ માર્ચ ૨૦૨૦થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પ્રતિબંધિત છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭મી નવેમ્બરે અધિકારીઓને જણાવ્યું હતું કે ઓમિક્રોનને લગતી ચિંતાના પગલે તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધ ઉઠાવતા પહેલા ફરીથી વિચાર કરે. ડીજીસીએએ જણાવ્યું હતું કે વિશ્વસ્તરે નવા વાઇરસના કેસોમાં નોંધપાત્ર વધારો થવાના પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને બધા હિસ્સેદારો સાથે તેના અંગે સલાહમસલત કરવામાં આવી રહી છે. અગાઉ ઉડ્ડયન નિયામકે ૨૬ નવેમ્બરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ૧૫ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. જાે કે વડાપ્રધાન મોદીની દરમિયાનગીરીના પગલે મંત્રાલયે ૨૮મી નવેમ્બરે જ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ શરૂ કરવાના ર્નિણયની સમીક્ષા કરવામાં આવશે.સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ૧૫ ડિસેમ્બરથી શરૂ કરવાનો ર્નિણય લીધાના સપ્તાહ પછી હવે નક્કી કર્યુ છે કે કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનના વધેલા કેસોના પગલે હાલમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ શરૃ નહી થાય.

Follow Me:

Related Posts