પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના બગસરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા છે.
બગસરા તાલુકાની તાલુકા શાળા બગસરા કેન્દ્ર નં. ૧૪, શાળા નં.૦૧ બગસરા, કેન્દ્ર નં.૧૫, હામાપુર પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૩૧, હુલરીયા પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૩૮, હાલરીયા પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૩૯, લુંધીયા પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૪૩માં પ્રથમ પ્રયત્ન હેઠળ સામાન્ય ઉમેદવારોની સંચાલક તરીકે આવશ્યકતા છે.
સંચાલક-કમ-કુક માટે ધો. ૧૦ પાસ શૈક્ષણિક લાયકાત અને જો ધો. ૧૦ પાસ ન મળે તો તે જ ગામના ધોરણ-૭ પાસને તક આપવામાં આવશે. ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી. જરૂરી નમુનાનું અરજી પત્રક મામલતદાર કચેરી, જિલ્લા સેવાસદન, ગ્રાઉન્ડ ફ્લોર, રાજ મહેલ કેમ્પસ, અમરેલીમાંથી મળી શકશે.
જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથોનું અરજીપત્રક તા. ૨૯.૦૫.૨૦૨૬ સુધી કચેરી સમય દરમિયાન મેળવી અને તા. ૩૦.૦૫.૨૦૨૬ બપોરના ૦૨ વાગ્યા સુધીમાં મામલતદાર કચેરી, બગસરાના રજિસ્ટ્રી ટેબલ પહોંચાડવાનું રહેશે. તેમ બગસરા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.












Recent Comments