fbpx
રાષ્ટ્રીય

કરતારપુર સાહિબમાં મોડેલના ફોટોશૂટ સામે ભારતે વાંધો ઉઠાવ્યો

પાકિસ્તાનમાં લઘુમતી સમાજાેના ધાર્મિક પૂજાસ્થળોનું અપમાન અને અનાદરની સતત થતી ઘટના આ સમાજાેની આસ્થાના પ્રત્યે તેનું સન્માન કેટલું છે તે દર્શાવે છે. આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાની અધિકારી આ મામલાની પ્રામાણિકતાપૂર્વક તપાસ કરશે અને તેમા સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. આ પહેલા પાકિસ્તાની મોડેલ સૌલેહાએ સોશિયલ મીડિયા પર ફોટો શૂટ પછી ટ્રોલ થયા બાદ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી હતી જાે કે મોડેલે ત્યાં માથે કશું મૂક્યા વગર ફોટો પડાવતા શ્રદ્ધાળુઓ નારાજ થઈ ગયા છે. તેઓને લાગે છે કે આ રીતે પવિત્ર સ્થળનું અપમાન થઈ રહ્યું છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોડેલે લખ્યું હતું કે તાજેતરમાં મેં ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. તે કોઈ શૂટ કે બીજા કશાનો હિસ્સો ન હતો. હું ફક્ત ઇતિહાસ જાણવા અને શીખ સમાજ અંગે જાણવા કરતારપુર ગઈ હતી. મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા મટો આવું કર્યું નથી. પણ જાે મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને તેઓ વિચારે છે કે હું તેમની સંસ્કૃતિનું સન્માન કરતી નથી તો મને ખેદ છે. મેં ત્યાં લોકોને ફોટા લેતા જાેયા અને મેં પણ તે જ કર્યુ.કરતારપુર સાહિબમાં એક પાકિસ્તાની મોડેલે કપડાના બ્રાન્ડનું ફોટો શૂટિંગ કરાવ્યુ તેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. આ મામલામાં ભારત સરકાર તરફથી પાકિસ્તાનના રાજદૂતને હાજર થવા ફરમાન કરાયું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના રાજદૂતને જણાવ્યું છે કે આ નિંદનીય ઘટનાએ સમગ્ર વિશ્વમાં શીખ સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી છે.

Follow Me:

Related Posts