કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મહુવા ખાતે કોરોના સંદર્ભે અધિકારીઓએ સાથે સમીક્ષા બેઠક યોજી

૦૦૦૦૦૦
રાજ્યમાં વાધેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે.
તેના ભાગરૂપે ભાવનગર કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ આજે મહુવા ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ તાલુકા સ્તરે કોરોનાને અટકાવવા માટે ટેસ્ટીંગ સહિતની વ્યવસ્થા સુચારૂ ઢબે અને વ્યાપક રસીકરણ થાય તેની વ્યવસ્થાઓ સુદ્રઢ કરવા તાલુકાનાં અધિકારીઓને સૂચના આપી હતી.
Recent Comments