(કોરોના ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ના કારણે ઘણા બધા દેશો એ પોતાની હવાઈ સેવા પર પ્રતિબંધ લડવાનું શરૂ કરી દીધું છે)
બોટ્સવાનામાં કોરોનાનો ખતરનાક વેરિએન્ટ સામે આવતા દુનિયા આખીમાં ખળભળાટ મચી ગયો છે. ગઇકાલથી દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટને લઇ સતત ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં ભારત પણ સજ્જ થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ઁસ્ મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણને લઈને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે. દેશના ઘણા વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ પણ દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. આ તમામ સંજાેગો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ઁસ્ મોદી દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિ અને રસીકરણને લઈને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરશે. ઁસ્ મોદીએ કોરોનાને લઈને બોલાવેલી આ બેઠક આજે સવારે ૧૦.૩૦ વાગ્યાથી યોજાશે. પીએમ મોદીએ આ બેઠક એવા સમયે બોલાવી છે જ્યારે દેશની શાળાઓ અને કોલેજાેમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યાના અહેવાલો છે. કોરોના સામે રક્ષણ માટે રસીના બંને ડોઝ લીધા પછી પણ લોકો હજુ પણ સંક્રમણની ઝપટમાં આવી રહ્યા છે. જેના કારણે સરકારની ચિંતા પણ વધી છે. કોરોનાના નવા વેરિએન્ટે વિશ્વભરના દેશોની ચિંતા વધારી દીધી છે. અમેરિકા સહિત ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, ખાસ કરીને દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ અંગે કડકાઇ જાહેર કરી છે, જ્યારે ભારત તેને શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૧૫ ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે લગભગ એક વર્ષથી અટકી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર દ્વારા નિયમિત વિદેશી ફ્લાઇટ્સની આવન-જાવનને પરવાનગી આપવામાં આવી છે. તેમાં ૧૪ દેશોને બાકાત પણ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને યુરોપના કેટલાક દેશો અને જ્યાં તાજેતરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ દેખાયો છે ત્યાં હવાઈ સેવાઓ હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. બીજી તરફ બાંગ્લાદેશ, બોટ્સવાના અને ઝિમ્બાબ્વેની ફ્લાઇટ સેવાઓ પણ હાલ બંધ રાખવામાં આવી છે.
Recent Comments