fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઘર છોડી ભાગેલી યુવતીને છોડી ભાગ્યો પ્રેમી, ૧૮૧ હેલ્પલાઈને કરી મદદ

પ્રેમ એટલે અંતરની એવી વેદના જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જીવી લેવાના અને સાથે મરી જવાના કોલ આપે છે. ફક્ત કોલ ન આપતા પ્રેમમાં મોતને પણ વ્હાલું કરી દે છે. સમાજમાં અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે પ્રેમીઓ સમાજ એક નહીં થવા દે તેની બીકે આપઘાત કરી લીધો હોય છે. જાેકે પરિવારની સંમતિ વગર કાયદાકીય રીતે પુખ્ત યુવક યુવતિ પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે પરંતુ છતાં આપણા સમાજમાં પ્રેમ લગ્ન હજુ પણ એક મર્યાદા અને સામાજિક વાડાઓનો વિષય બની રહ્યો છે. આ સ્થિતિમાં સમાજના ડરે ગોંડલની પ્રેમિકા સાથે ભાગેલો રાજકોટ પ્રેમી તેની પ્રેમિકાના સાંજે પરત મૂકી જ તો રહ્યો હતો. જાેકે, શરમ સંકોચમાં મૂકાઈ ગયેલી યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. યુવતીએ ૧૮૧ને ફોન કરીને કહ્યું હતું કે ‘હું પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી, તે મને મૂકીને જતો રહ્યો છે, મારી મદદ કરો’ આ ફોન મળતાની સાથે જ યુવતીની ભૂલ પશ્ચાતાપમાં બદલાઈ ગઈ અને તેને નવી જિંદગી પણ મળી ગઈ હતી.

બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતી એક ૩૫ વર્ષીય યુવતી કંપનીમાં નોકરી કરે છે. આ યુવતીને છેલ્લા કેટલાય સમયથી રાજકોટના યુવક સાથે પ્રણય ફાગ ખીલ્યો હતો. બંનેની જ્ઞાતિ અલગ અલગ હોવાથી સમાજ નહીં સ્વીકારે તેવો ડર પ્રેમી પંખીડાઓને સતાવી રહ્યો હતો. દરમિયાન સાથે જીવવા મરવાના કોલ આપી ચુકેલા આ પ્રેમીઓએ ફાની દુનિયાનો ડર મૂકીને સાથે જીવી લેવાનું નક્કી કર્યુ હતું.

અગાઉથી કરેલા આયોજન મૂજબ યુવકે યુવતીને ઘર છોડવાનું કહી દીધું હતું એટલે યુવતી સર્વસ્વ છોડીને પોતાના પ્રિયતમ સાથે રહેવા માટે આવલી ગઈ હતી. દરમિયાન યુવક પણ તેને લઈને નીકળી ગયો હતો. જાેકે, કહાણીમાં ટ્‌વીસ્ટ ત્યારે આવ્યો જ્યારે યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ થઈ છે તેવો ડર યુવકને સતાવ્યો અને તેનો પ્રેમ બાષ્પીભવન થઈ ગયો. યુવક આખો દિવસ રહ્યા બાદ પ્રેમિકાને પરત મૂકી ગયો અને ગોંડલ આવી અને તરછોડી દીધી.

Follow Me:

Related Posts