ચારધામ સહિત ૫૧ મંદિરોની દેખરેખ કરતા બોર્ડનો વિવાદ

વિધાનસભાની ચૂંટણી પહેલા પણ દેવસૃથાનમ બોર્ડનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. કોંગ્રેસના ચૂંટણી પ્રભારી હરીશ રાવતે અગાઉ જ એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કોંગ્રેસની સરકાર બનવા પર દેવસૃથાનમ બોર્ડને ખતમ કરી દેવામાં આવશે. તેથી વર્તમાન ભાજપ સરકાર પર તેનું પણ દબાણ છે. આ પહેલા ચાર ધામના પુરોહિતોંની સંસૃથાએ પણ કહ્યું હતું કે ચૂંટણીમાં તે ૧૫ ઉમેદવારો ઉભા રાખશે, આ પુરોહિત રાજ્ય સરકાર તરફથી બનાવવામાં આવેલા દેવસૃથાનમ બોર્ડનો વિરોધ કરી રહ્યા હતા. જે માટે પુરોહિતોએ ચાર ધામ તીર્થ પુરોહિત હક હકૂકધારી મહાપંચાયત સમિતિનું પણ ગઠન કર્યું હતું. સમિતિએ કહ્યું કે તે ભાજપની સામે પ્રચાર કરશે, જેથી સરકારે હવે તાત્કાલીક આ બિલને પરત લઇ લીધુ છે.ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે દેવસૃથાનમ બોર્ડનો ભંગ કરી દીધો હતો. ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી સરકારે ચાર ધામ દેવસૃથાનમ બોર્ડ બિલને પરત લેવાનો ર્નિણય લીધો છે. નોંધનીય છે કે દેવસૃથાનમ બોર્ડ એક્ટ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતની સરકારમાં બન્યો હતો. આ બોર્ડ ચાર ધામ કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સાથે જાેડાયેલા ૫૧ મંદિરોની દેખરેખ કરે છે. પૂજારીઓ આ બોર્ડની રચનાનો વિરોધ કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે આ બોર્ડને કારણે મંદિરો પર તેમનો જે પરંપરાગત અધિકાર હતો તેને જ ખતમ કરી દીધો છે.
Recent Comments