છેડતીના આરોપી પાસેથી ગોધરા સબજેલનો સિપાઈ ૪૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

જાંબુઘોડાના છેડતીના આરોપીને હાલોલ સેશન કોર્ટમાં જામીન આપ્યા હતા. આરોપીને ગોધરાની સબજેલમાં રાખવામાં આવ્યો હતો. છેડતીના આરોપીના સંગાસંબધીઓ સબજેલમાં જામીનના ઓર્ડર લઇને જતાં ગોધરા સબજેલના સિપાઇ હીતેશ રબારીએ આરોપીને છોડાવા આરોપીના સંગાઓ પાસે રૂા.૫૦૦ ની લાંચ માંગી હતી. જામીન મુક્ત થવા માટે આરોપીના સંગાએ સબજેલના સિપાઇ હિતેશ રબારીને લાંચના રૂપિયા ૪૦૦ આપતા હાજર ગોધરા એસીબી પોલીસે રંગે હાથે પકડી પાડયો હતો. એસબીસી પોલીસે લાંચીયા કર્મચારીને એસીબી પોલીસ મથકે લઇને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતીગોધરા સબજેલમાં જામીન મંજુર થયેલા આરોપીને છોડાવવા પૈસાની માંગણી કરવામાં આવે તેવી બાતમી એસીબી પોલીસને મળી હતી. જેને લઇને એસીબી પોલીસે જાળ ગોઠવ્યું હતું.
Recent Comments