ગુજરાત

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોના પોઝિટિવ

કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના અનેક નેતાઓ પણ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે ત્યારે વડોદરામાં ભાજપના વધુ એક નેતાને કોરોના થયો છે. વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતાં હોમ ક્વોરોન્ટાઇન થયા છે. એક ફેસબુક પોસ્ટ દ્ધારા શૈલેષ સોટ્ટાએ આ જાણકારી આપી છે. મહત્વનું છે કે અગાઉ ભાજપનાં ૫ કાઉન્સિલરો પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.

બીજી તરફ વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને પણ કોરોના થયો છે. પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટીને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના કેસ પોઝિટિવ આવતાં ગોપી તલાટી સ્વેચ્છાએ હોમ ક્વોરોન્ટાઇન થયાં છે. પૂર્વ કાઉન્સિલરે ફેસબુક પોસ્ટ દ્ધારા આ જાહેરાત કરી છે. તો ભાજપનાં ૫ મહિલા કાઉન્સિલરો પણ કોરોનાની ઝપેટે ચડી ચૂક્યા છે.

Follow Me:

Related Posts