રાજ્ય કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી જિલ્લામાં થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી, અમરેલી દ્વારા આયોજિત રીલ્સ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં અમરેલીવાસીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ રીલ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં સ્પર્ધાના વિષયો અમરેલી જિલ્લાની ૮ દાયકાની વિકાસયાત્રા, ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે દેશભક્તિના રંગે રંગાતું અમરેલી (દેશભક્તિનો સંદેશ આપતી કૃતિ), ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીના આંગણે : લોકોના હૈયે અનેરો ઉત્સાહ વિષય અંતર્ગત સ્પર્ધકોએ રીલ અથવા શોર્ટ ફિલ્મ તૈયાર કરીને મોકલી હતી.
રિલ્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમ શ્રી જ્યોતિ પંડ્યા, બીજો ક્રમ શ્રી વિધાર્તી પટેલ, ત્રીજો ક્રમ શ્રી જીજ્ઞેશ મહેતા તથા મૌલિક મયાત્રા વિજેતા જાહેર કરાયા હતા. તેમજ શોર્ટ ફિલ્મ્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી વિરલ એન્ડ ટીમ, બીજા ક્રમે શ્રી તેજલબેન ભૂવા અને ત્રીજા ક્રમે શ્રી ડી.જે.મહેતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.


















Recent Comments