દામનગર પાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા ની સાંસદ સમક્ષ રેલવે રિઝર્વેશન અને મહુવા-ભુરખિયા રૂટ ની એસ.ટી નો રૂટ દામનગર શહેર સુધી લંબાવો માંગ

દામનગર શહેર માં ઘણા સમય થી બંધ રેલવે રિઝર્વેશન વ્યવસ્થા પુનઃ શરૂ કરવા અને મહુવા -ભુરખિયા રૂટ ની એસ ટી સેવા દામનગર શહેર સુધી લંબાવો ની માંગ કરાય છે અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા ને વિગતે પત્ર પાઠવી મહુવા- ભૂરખિયા રૂટ ની એસ.ટી.બસને દામનગર સુધી લંબાવવા સાંસદ ને વિગતે જણાવ્યું કે આ રૂટ ની બસ જે દામનગર થી માત્ર ૦૬ કી.મી. દૂર ભૂરખિયા હનુમાનજી યાત્રાધામ સુધી નિયમિત રીતે ચાલુ જ છે તેને લંબાવીને સવારે દામનગર મહુવા રૂટ કરી આપવામાં આવે તો દામનગર થી મહુવા સુધી જવા – આવવા માટે લોકોને સુવિધા મળી રહે તેમ છે તેમજ કોરોના પહેલા દામનગર થી મહુવા જવા માટે લોકોને ધોળા – મહુવા સવારે ૦૭ કલાકે લોકલ ટ્રેન જવા – આવવા માટે મળી રહેતી હતી તે સદંતર બંધ જ છે માટે તેના વિકલ્પ રૂપે આ બસ ની સુવિધા મળી રહે તેમજ દામનગર ખાતેના રેલ્વે સ્ટેશન પર થતું રિઝર્વેશન ચાલુ કરવા માંગ કરી દામનગર ના રેલ્વે સ્ટેશન પર નિયમિત રીતે સવારે ૦૯ થી ૧૧ કલાક સુધી તમામ પ્રકારની ટ્રેનોનું રીઝર્વેશન મુસાફરોની સુવિધા માટે મળી રહેતું હતું અને તે સુવિધાનો લાભ દામનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પણ ઉપયોગી હતું જે સુવિધા હાલ અત્યારે સદંતર બંધ છે અને રિઝર્વેશન માટે લોકોને અહીથી દૂર ૪૦ કીમી જીલ્લા કક્ષાએ અમરેલી અથવા ધોળા જંકશન જે પણ ૪૦ કીમી દૂર સુધી જવું પડે છે આ સુવિધા લોકોને પહેલાની જેમ પુનઃ મળી રહે તે માટે પાલિકા પ્રમુખે સાંસદ સમક્ષ માંગ કરી છે
Recent Comments