દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ચાલુ ટ્રેનમાં સગીરા પર દુષ્કર્મ, એટેન્ડેન્ટની ધરપકડ
રાજસ્થાનના જયપુરથી એક સગીરા પર ચાલુ ટ્રેનમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. હકીકતમાં મંગળવારે અહીંના રેલવે સ્ટેશન પર રાજધાની એેક્સપ્રેસ ટ્રેનના કોચ એટેન્ડેન્ટ દ્વારા સગીરાને ખોટી ટ્રેનમાં બેસાડી દેવામાં આવી હતી. જ્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન સગીરા સૂઈ ગઈ, ત્યારે એટેન્ડેન્ટે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બિહાના મુંગેરમાં રહેતી એક સગીરા થોડા દિવસો પહેલા ઘરેથી ભાગીને જયપુર પહોંચી ગઈ હતી. અહીં મંગળવારે સાંજે તે પટના જવા માટે રેલવે સ્ટેશન પર પહોંચી હતી. મોડી રાત્રે ૧૨ વાગ્યે દિલ્હીથી અમદાવાદ આવી રહેલી રાજધાની એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર -૨ પર પહોંચી હતી. જ્યાં સગીરાએ કોચ એટેન્ડેન્ટે પૂછ્યું હતું કે, શું આ ટ્રેન પટના જશે? જેના જવાબમાં એટેન્ડેન્ટે સગીરાને વિશ્વાસમાં લેતા કહ્યું કે, આ ટ્રેન તો અમદાવાદ જઈ રહી છે, પરંતુ તેને પટના ઉતારી દેશે.
કોચ એટેન્ડેન્ટની વાતોમાં આવીને સગીરા રાજધાની એક્સપ્રેસમાં ચડી ગઈ હતી અને તેને સેકેન્ડ એસીના એટેન્ડેન્ટ કબિનમાં બેસાડવામાં આવી હતી. મુસાફરી દરમિયાન સગીરા સૂઈ ગઈ, ત્યારે તેની પર એટેન્ડેન્ટ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, એટન્ડેન્ટ દ્વારા સગીરાને ચૂપ રહેવા માટે ધમકી આપવામાં આવી હતી.
જ્યારે સવારે ટ્રેન અમદાવાદ પહોંચી, ત્યારે સગીરા રેલવે સ્ટેશન પર ગુમશુમ બેસી રહેતા, ત્યાં ફરજ બજાવી રહેલા ઇઁહ્લ જવાનોને શંકા ગઈ હતી. જેથી તેની પૂછપરછ કરતાં સગીરાએ એટેનડેન્ટ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર માલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને એટેન્ડેન્ટની ધરપકડ કરીને કેસ જયપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
Recent Comments