ગુજરાત

પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે “ઇન્દ્રધનું – ૨૦૨૬” શીર્ષક હેઠળ આ આર્ટ એન્ડ ક્રાફ્ટનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું

પોરબંદર કલાનગરી પોરબંદરમાં કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમનું આયોજન થતું રહે છે.

       તા. ૨જી ઓગસ્ટ -૨૦૨૬  નાં દિવસે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે  પી .એમ . શ્રી નવોદય વિદ્યાલય પોરબંદર તથા ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા પી.એમ. શ્રી નવોદય વિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૭૨ પેઇન્ટીંગ તથા  ૫૦ જેટલા વેસ્ટ માંથી આર્ટ બનાવી પ્રદર્શિત કરવામાં આવેલ. 

“ઇન્દ્રધનું – ૨૦૨૬” શીર્ષક હેઠળ આ આર્ટ એન્ડ ક્રાફ્ટનું પ્રદર્શન જીલ્લા કલેકટર શ્રી એસ.ડી. ધાનાણી (IAS) તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ 

આ પ્રસંગે ડો. ચેતનાબેન તિવારી – પ્રમુખ, જીલ્લા ભાજપ પોરબંદર, શ્રી પ્રવીણભાઈ ખોરાવા – મહામંત્રીશ્રી, જીલ્લા ભાજપ પોરબંદર, ડો. આકાશ રાજશાખા – ચેરમેન પોરબંદર ડીસ્ટ્રીકટ કો – ઓપરેટીવ મિલ્ક પ્રોડક્ટ્સ યુનિયન લીમીટેડ, શ્રી કમલભાઈ પાઉં – સી.ઈ.ઓ. શ્રી ગજાનન એજ્યુકેશન પ્રા. લી. પોરબંદર, પ્રિન્સીપાલશ્રી નવોદય વિદ્યાલય શ્રી સુરેશ સર તથા આર્ટીસ્ટ બલરાજ પાડલિયા – પ્રેસિડેન્ટ ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ, પોરબંદર ખાસ ઉપસ્થિત રહેલ. 

આ પ્રસંગે તમામ વિધાર્થીઓને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા – કેબીનેટ મંત્રીશ્રી, શ્રી ટી. સી. તીરથાણી – કમિશનર પોરબંદર મહાનગરપાલિકા, શ્રી વિક્રમભાઈ ઓડેદરા – ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી પોરબંદર મહાનગરપાલિકા, શ્રી મનન એ. ચતુર્વેદી – ડે. કમીશનર પોરબંદર મહાનગરપાલિકા એ સૌને અભિનંદન પાઠવેલ. 

ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટના આર્ટીસ્ટ કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર, કરશન ડી. ઓડેદરા, દિનેશ પોરિયા, દીપક વિઠ્ઠલાણી તથા પોરબંદર જીલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી હર્ષ ગોહેલ અને તેની ટીમ ઉપસ્થિત રહેલ. નવોદય વિધાલયના આર્ટ ટીચર રણજીત સિંહ સિસોદિયા તથા શિક્ષકગણ ઉપસ્થિત રહેલ. 

કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી ચંદ્રેશ કિશોરે કરેલ.  

Related Posts