પરંપરાગત રીતે પૂજન-અર્ચન, આગલા દિવસે રાંધેલા વાસી ખોરાકનું ગ્રહણ અને કથા-શ્રવણ સાથે ધાર્મિક પર્વ ઉજવાયું
———————————————————-
આજરોજ રઘુવંશી સમાજ દ્વારા પવિત્ર ધાર્મિક પર્વ **’નાગપાંચમ’**ની ખૂબ જ શ્રદ્ધા, ભાવ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સમાજના લોકોએ એકત્રિત થઈ નાગદેવતાના પૂજન-અર્ચન કરી તેમની કૃપા મેળવી હતી.
આ ધાર્મિક પર્વ નિમિત્તે રઘુવંશી સમાજની મહિલાઓએ પવિત્રતા અને મર્યાદાનું પાલન કરીને નાગપૂજન કર્યું હતું. પરંપરા મુજબ મહિલાઓએ આગલા દિવસે જ વિવિધ પ્રકારના કઠોળ પલાળી રાખ્યા હતા. આજરોજ વહેલી સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી, પવિત્ર થઈને વિધિવત રીતે નાગદેવતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
શ્રીફળ, દૂધ અને કાચા કઠોળનો ધરાવાયો ભોગ
પૂજન વિધિ દરમિયાન નાગદેવતાને
શ્રીફળ, દૂધ અને નાગલા અર્પણ કરવામાં આવ્યા હતા.
અગાઉથી પલાળેલા કાચા અનાજ અને કઠોળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
તમામ ભક્તોએ પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આજના પવિત્ર દિવસે રઘુવંશી સમાજમાં એકટાણું કરવાનો વિશેષ મહિમા છે. જેથી એકટાણામાં બાજરાનો રોટલો અને ગઈકાલે રાંધેલું શાક જ ગ્રહણ કરવામાં આવે છે. જ્યારે સાંજના સમયે ગઈકાલે તૈયાર કરેલું ફરાળ ગ્રહણ કરવાની પ્રાચીન પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જાળવી રાખવામાં આવી છે.
પૂજન-અર્ચનની સાથે સાથે મહિલાઓ તથા શ્રદ્ધાળુઓએ નાગદેવતાની કૃપા અને મહીમા દર્શાવતી પૌરાણિક વાર્તાઓનું ખૂબ જ ભક્તિભાવપૂર્વક કથન અને શ્રવણ કર્યું હતું. સમગ્ર રઘુવંશી સમાજમાં આજના દિવસે ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

















Recent Comments