ચોમાસાની ઋતુ બાદ વન્ય જીવો હવે અચાનક ખુલ્લે આમ હવે શહેરી વિસ્તાર બાજુ દેખાવા લાગ્યા છે. આવી અનેક ઘટનાઓ કેમેરામાં કંડારાયેલી જોવા મળી રહી છે. ત્યારે આવી જ એક ઘટના અમરેલી ના ધારી પંથકમાં જોવા મળી રહી છે. ધારી વિસ્તારના કોઈ એક ગ્રામ્ય પંથકમાં રાત્રીના સમયે એક મહાકાય અજગર નીકળ્યાનો વિડિઓ ધારી પંથક બાજુ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહાકાય અજગરને જોવા ગામ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. અચાનક માણસોના ટોળા થઈને દેકારો કરતા અજગર છંછેડાય ગયેલો જોવા મળી રહ્યો છે અને અંદાજે 6 ફૂટ જેટલો મોઢેથી ઉંચો થતો જોવા મળી રહ્યો હતો અંતે થાકી ને અજગર બાઇક ફરતે વીંટળાયેલો જોવા મળ્યો હતો.
ધારી પંથકનો હોવાનું અનુમાન મહાકાય અજગરનો વીડિયો સોશ્યલ મીડિયા માં વાયરલ થયો. છંછેડાયેલ અજગર 6 ફૂટ જેટલો ઉંચો થયો.

Recent Comments