પુણેના ગ્રામીણ જુન્નર વિસ્તારની એક કો-ઓપરેટિવ બેંક વીડિયો સામે આવ્યો કે જેમાં બે લૂંટારુઓ એક બાઈક પર આવ્યાને બેંકમાં બે લૂંટારુઓ ઘૂસી ગયા અને બંદુકની અણીએ બેંકમાં રાખેલા અઢી લાખ રુપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટનો વિરોધ કરી રહેલા બેંક મેનેજરને એક લૂંટારુએ ગોળી ધરબી દીધી,જેના કારણે તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. લૂંટની ઘટના બેંકની અંદર અને બહાર લાગેલા ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં કેદ થઈ છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં બે લૂંટારુઓ એક બાઈક પર આવતા દેખાય છે. બંનેએ હેલમેટ પહેરેલા છે. બંને હાથમાં બંદુક લઈ બેંકના કોન્ફ્રેન્સ હોલમાં ઘૂસે છે, જ્યાં અનંત ગ્રામીણ બિગરશેતી સહકારી સંસ્થા બેંકના મેનેજર દશરથ ભોર એક મહિલા કર્મચારી સાથે વાતચીત કરી રહ્યા હતા. પોલીસ તપાસ માટે સીસીટીવી ચેક કરી રહી છે આ મામલાની તપાસ કરી રહેલા પુણે ગ્રામીણ પોલીસના એસપી ડૉ. અભિનવ દેશમુખે કહ્યું કે બેંક કર્મચારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પુણે ગ્રામીણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી લૂંટારુઓની શોધખોળમાં લાગી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ હાઈવે પરથી ફરાર થયા હતા, જેથી પોલીસને તેમના વાહનનો નંબર મળી ગયો છે. હાલ વાહનનો નંબર સાચો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ બેંકના સીસીટીવી ફૂટેજ અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અહીં આવેલા લોકોના રેકોર્ડની તપાસ કરી રહી છે. લોકોએ બેંકની બહાર હોબાળો મચાવ્યો હતો ધોળા દિવસે બનેલી આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હોબાળો શરૂ કર્યો હતો. લૂંટારાઓએ પહેલા મેનેજરને પૈસા આપવા કહ્યું અને જ્યારે તેણે ના પાડી તો લૂંટારુએ તેને છાતીમાં ગોળી મારી દીધી. જેના કારણે તે સ્થળ પર જ ઢળી પડ્યા હતા. કોન્ફ્રેન્સ હોલમાં હાજર મહિલા કર્મચારી આ જાેઈને ડઘાઈ ગઈ હતી અને લૂંટારુઓ રુપિયા લઈ ફરાર થઈ ગયા હતા.
ધોળે દિવસે મેનેજરને ગોળી મારી, કો-ઓપરેટિવ બેંકમાં બે લૂંટારુઓ લૂંટ ચલાવી

Recent Comments