પ્રા.આ.કેન્દ્ર ડુંગર ખાતે સ્ત્રી નસબંધીના કેમ્પનું આયોજન
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર પ્રા.આ.કેન્દ્રમા સ્ત્રી નસબંધી(ટી.એલ.)કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પમાં કોવિડ-૧૯ને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક પહેરવા તેમજ હેન્ડવોશ જેવી ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવેલ અને બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધેલ.આ કેમ્પમા જીલ્લા આર.સી.એચ.ઓ.અધિકારી ડૉ.આર.કે.જાટ સાહેબ દ્વારા સફળતાપૂર્વક લાભાર્થીઓના સ્ત્રી નસબંધીના ઓપરેશન કરવામાં આવેલ અને ભારત સરકાર દ્વારા ચાલતી કુટુંબ કલ્યાણની કામગીરીમા મહત્વનુ યોગદાન આપવામા આવેલ.ડુંગર ગામે નસબંધીના આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,ડૉ.એન.કે.વ્યાસ,સી.એચ.ઓ.ડૉ.હિમા બી.હડિયા,ગાયત્રીબેન કે.વરૂ,શ્વેતાબેન પ્રજાપતિ,નર્સ બહેનો કૌશરબેન કનોજીયા અને રીટાબેન ગૌસ્વામી સહિતના આરોગ્ય સ્ટાફ ખડેપગે હાજર રહી કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે.
Recent Comments