પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં કરીના કપૂરે યોગ કરીને બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. કરીના કપૂર આવતા મહિને બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રેગ્નન્સીમાં કરીનાએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ સમયે પણ તેણે યોગ કરવાનું બંધ કર્યું નથી. હાલમાં જ કરીનાએ યોગની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે કરીનાએ ડિલિવરીના અંતિમ સમયે કરવામાં આવતા યોગ કર્યા છે, જેને કારણે મસલ્સ સ્ટ્રોંગ બને છે. માર્જરી આસાન પ્રેગ્નન્સીના ત્રણ મહિના પૂરા થઈ જાય પછીથી કરવામાં આવે છે.
આ આસનમાં કેટ એન્ડ કાઉ પોઝ હોય છે, જે પીઠના સ્નાયુને મજબૂત કરે છે, દુખાવામાં રાહત આપે છે. આ જ પોઝમાં કરીનાએ મોડિફિકેશન કરીને સ્ટ્રેચિંગ કર્યું છે. સ્ટ્રેચિંગ પેલ્વિક મસલ્સને મજબૂત કરવા માટે પણ ફાયદાકારક છે. સાથળના સ્નાયુને મજબૂત કરવા અને દુખાવામાં રાહત મેળવવા માટે આ પ્રકારનું સ્ટ્રેચિંગ કરવામાં આવે છે. કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ ૨૦૨૦માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ ૨૦૧૬માં તૈમુરને જન્મ આપ્યો હતો.
Recent Comments