અમરેલી નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સફાઈ મિત્રોના આરોગ્ય, સુરક્ષા અને સામાજિક કલ્યાણ તેમજ તેમના પરિવારજનોના ઉત્કર્ષને પ્રોત્સાહન આપવાના મુખ્ય હેતુ સાથે જેસીંગપરા શિવાજી ચોક ખાતે આવેલી પટેલ વાડીમાં “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિર દરમિયાન સફાઈ કામદારો અને તેમના પરિવારજનો માટે ખાસ આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો, તેમજ તેઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે શિબિર સ્થળે જ જરૂરી માર્ગદર્શન આપી સ્થળ પર જ વિવિધ યોજનાકીય લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સફાઈ મિત્રો સ્વચ્છ અને સુંદર શહેરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવતા હોઈ તેમની કામગીરી દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે પી.પી.ઈ. કીટનું વિતરણ કરીને સુરક્ષા સાધનોના યોગ્ય ઉપયોગ અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, કારોબારી ચેરમેન શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, હોદ્દેદાર શ્રી વિજયભાઈ ચોટલીયા સહિત નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકા દ્વારા સફાઈ મિત્રોના પરિવારજનોની સુરક્ષા તથા કલ્યાણને સુનિશ્ચિત કરવાની આ મહત્વપૂર્ણ જવાબદારીને પ્રાથમિકતા આપીને કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
















Recent Comments