શહેરમાં સુગમ વાહન વ્યવહાર જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો અટકે તેવા આશયથી સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. કે.બી. સોલંકી અને પી.એસ.આઈ. એચ.એમ. અગ્રાવતના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જમાદાર રાજુભાઈ બારીયા, ભુપતભાઈ ખુમાણ, બકુલબાપુ, હમીરભાઈ કામળીયા, કેતનભાઈ રાઠોડ, રાજુભાઈ મોરી, પિયુષભાઈ ઠાકર, જયપાલ સિંહ ગોહિલ હોમગાર્ડ ઓફિસર કેતનભાઈ પંડ્યા સહિતના પોલીસ ટીમ, ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડ જવાનોએ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
ડ્રાઇવ દરમિયાન પોલીસે વાહનચાલકોને દંડવા કરતા હેલ્મેટ, સીટબેલ્ટ, યોગ્ય પાર્કિંગ અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અંગે ખાસ સમજણ આપી હતી, જ્યારે સરેઆમ નિયમભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ તંત્રે જણાવ્યું કે આ ઝુંબેશનો મુખ્ય હેતુ દંડ કરવાનો નહીં પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત કેળવવાનો છે. આગામી સમયમાં પણ આવી ડ્રાઇવ ચાલુ રહેશે, તેમજ તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપવા અપીલ કરાઈ છે.
















Recent Comments