રાષ્ટ્રીય

બજેટ ૯૪ હજાર કરોડથી વધારી ૨.૩૮ લાખ કરોડ કરાયું મોદી સરકારનું ફોકસ સ્વાસ્થ્ય બજેટ પરઃ ૧૩૫ ટકાનો વધારો કરાયો

કોરોના કાળમાં આ વાતની આશા કરવામાં આવી રહી હતી કે હેલ્થ સેક્ટરને મોદી સરકાર તરફથી કઇકને કઇક ખાસ મળશે, મોદી સરકારે કોરોનાને જાેતા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે બજેટમાં વધારો કર્યો છે અને એક ખાસ સ્કિમ પણ ચલાવવામાં આવી છે. મોદી સરકારે બજેટ દ્વારા આર્ત્મનિભર સ્વાસ્થ્ય યોજનાની ભેટ દેશના લોકોને આપી. સ્વાસ્થ્ય બજેટમાં ૧૩૫ ટકાનો વધારો થયો છે અને તેને ૯૪ હજારથી ૨.૩૮ લાખ કરોડ કરવામાં આવી છે.
નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે સરકારે આવતા ૬ વર્ષમાં આશરે ૬૧ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેમણે જણાવ્યું કે તે હેઠળ પ્રાઇમરી લેવલથી લઇને ઉચ્ચ સ્તર સુધીની સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ કરવામાં આવશે. નવી બીમારીઓ પર પણ ફોકસ હશે. જે નેશનલ હેલ્થ મિશનથી અલગ હશે.

બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે ૭૫ હજાર ગ્રામી હેલ્થ સેન્ટર ખોલવામાં આવશે. દરેક જિલ્લામા તપાસ કેન્દ્ર, ૬૦૨ જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ ખુલશે, નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ, ઇંટિગ્રેટેડ હેલ્થ ઇંફો પોર્ટલને વધુ મજબૂત કરવામાં આવશે. ૧૭ નવા પબ્લિક હેલ્થ યુનિટને પણ ચાલું કરવામાં આવશે.

સરકારે નેશનલ ઇન્સ્ટીટ્યૂશ ઓફ વર્લ્ડ હેલ્થ બનાવવાની પણ જાહેરાત કરી છે. એટલું જ નહીં ૯ બાયો લેબ પણ બનાવવામાં આવશે કોરોનાને ધ્યાનમાં રાખતા ચાર ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પણ બનાવવાના મહત્વના પગલા લીધા છે.

Related Posts