ભરત સિંહના નિવેદનને કોંગ્રેસ હાઇકમાન્ડે ફગાવ્યું ૧૧ ધારાસભ્યો પાર્ટી છોડશે તેવો બિહાર કોંગ્રેસ નેતા ભરત સિંહનો દાવો

બિહારની રાજનીતિમાં એક નવો ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બિહાર કાૅંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભરત સિંહે દાવો કર્યો છે કે કાૅંગ્રેસના ૧૧ ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં જલદી મોટી ફાડ પડશે અને ૧૧ ધારાસભ્યો પાર્ટી છોડી દેશે. જાે કે કાૅંગ્રેસ હાઈકમાન્ડે ભરત સિંહના નિવેદનને ફગાવી દીધું છે.
કાૅંગ્રેસ નેતા ભરત સિંહે કહ્યું કે, ૧૯ ધારાસભ્યોમાંથી ૧૧ ધારાસભ્યો એવા છે જે કાૅંગ્રેસ પાર્ટીથી નથી, પરંતુ ચૂંટણી જીતી ગયા છે. આ લોકોએ પૈસા આપીને ટિકિટ ખરીદી અને ધારાસભ્ય બની ગયા. સંખ્યાબળથી પોતાને મજબૂત કરવા માટે એનડીએ કાર્યરત છે. કાૅંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અજીત શર્મા પણ આવા લોકોમાં સામેલ છે, જે પાર્ટી તોડવા ઇચ્છે છે.
કાૅંગ્રેસ નેતા ભરત સિંહે આરોપ લગાવ્યો કે, “જે ૧૧ ધારાસભ્યો પાર્ટી છોડવા ઇચ્છે છે તે તમામના માર્ગદર્શક કાૅંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ અને વરિષ્ઠ કાૅંગ્રેસ નેતા સદાનંદ સિંહ છે. રાજ્યપાલ કોટાથી અત્યારે એમએલસીનું નૉમિનેશન થવાનું છે. સદાનંદ સિંહ અને મદન મોહન ઝા એમએલસી બનવાની ફિરાકમાં છે.”
કાૅંગ્રેસ નેતા ભરત સિંહે કહ્યું કે, “હું શરૂઆતથી જ કાૅંગ્રેસના આરજેડીની સાથે ગઠબંધનની વિરુદ્ધ છું. અનેક વર્ષોથી મે આરજેડીની સાથે ગઠબંધનનો વિરોધ કર્યો છે. તેમણે કાૅંગ્રેસના રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ, કાૅંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને વરિષ્ઠ કાૅંગ્રેસ નેતા સદાનંદ સિંહ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ છે.
શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારથી મુક્ત કરાયા
આ પહેલા બિહાર કાૅંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે કાૅંગ્રેસ હાઈકમાન્ડને અપીલ કરી હતી કે તેમને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે. ત્યારબાદ કાૅંગ્રેસ હાઈકમાન્ડે શક્તિ સિંહ ગોહિલને બિહારના પ્રભારથી મુક્ત કરી દીધા હતા. પાર્ટી તરફથી જાહેર કરાયેલા પત્ર અનુસાર ગોહિલની જગ્યાએ ભક્તમ ચરણ દાસને બિહારના કાૅંગ્રેસ પ્રભારી બનાવ્યા છે.
Recent Comments