fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભારત પર નજર રાખવા પાકિસ્તાને માછીમારોને બનાવ્યા બાતમીદાર

રાજસ્થાન અને ગુજરાતના તાલીમ વિસ્તારોમાં હાલમાં “દક્ષિણ શક્તિ” કવાયત ચાલી રહી હોવાથી તેના ભાગરૂપે, “સાગર શક્તિ” નામથી મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી છે. આ કવાયત ખૂબ જ મોટાપાયા પર છે. જેના પગલે દેખીતી રીતે દુશ્મન દેશની એજન્સીઓ પણ તેના પર નજર રાખતી હોય. વળી આ કવાયત બોર્ડર વિસ્તારમાં કરાઇ હતી. જેના પગલે પાકિસ્તાની એજન્સીઓમાં રીતસર સોંપો પડી ગયો હતો. અને આ યુદ્ધભ્યાસમાં ભારતની સુરક્ષા એજન્સીઓ શું-શું કરી રહી છે તથા કયા પ્રકારના સાધનો અને હથિયારો વાપરી રહી છે તેની માહિતી મેળવવાની ભરપૂર કોશિશ કરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે કચ્છના દરિયાઇ અને ક્રીક વિસ્તારમાં પાકિસ્તાને પોતાના માછીમારોને બાતમીદાર બનાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાની માછીમારોને આ દિવસો દરમિયાન જેમ બને તેમ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી જવાની રીત સર સુચના આપવામાં આવી હતી. સાથે ભારતની એજન્સીઓની તમામ ગતિવધિઓની જાણકારી આપવા તાકીદ કરવામાં આવી હતીભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં બે દિવસ માટે દક્ષિણ શક્તિ મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી હતી. કચ્છના ક્રીક વિસ્તારમાં પણ આ કવાયત અંતર્ગત વિવિધ અભ્યાસ કરાયો હતો. તો બીજીબાજુ સોમવારે લક્કી નાળુ યુદ્ધાભ્યાસથી ધમધમી ઉઠ્‌યું હતું. આ યુદ્ધાઅભ્યાસથી સામેપાર પાકિસ્તામાં પણ ફફડાટ ફેલાયો હોય તેમ તેને લગતી માહિતી ત્યાંની એજન્સીઓ યેનકેન પ્રકારે મેળવવાની કોશિશ કરી હતી. જેમાં ખાસકરીને પાકિસ્તાની માછીમારોને જેટલુ બને તેમ સરહદ પાસે જઇને કોઇપણ હલચલની માહિતી આપવાની સુચના આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts