અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના
ઉમેદવારોને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને
સાકાર કરવા અને ગુજરાતના ગૌરવવંતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં
લડયા રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં સર્વત્ર કમળ ખીલશે એવું વાતાવરણ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યું છે.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા
જણાવ્યું છે કે સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સર્વત્ર ખીલવા જઈ રહ્યું છે. લોકોમાં રાષ્ટ્રહિત અને વિકાસની રાજનીતિ પ્રત્યે
અતૂટ શ્રદ્ધા છે. જેના કારણે જનતામાં ભાજપની તરફેણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિ જોતા આખાય જિલ્લામાં ભાજપ
સિવાય બીજી કોઈ વાત કે ચર્ચા નથી.
શ્રી કાનાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, તેમજ
ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ કસવાળા, જે વી કાકડિયા, જનકભાઈ તળાવિયા અને હીરાભાઈ સોલંકીના સબળ નેતૃત્વમાં ભાજપના
ઉમેદવારોનો પ્રચાર પ્રસાર આક્રમક રીતે ચાલી રહ્યો છે. આ તમામ નેતાઓના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ ઘરે-ઘરે ફરીને સરકારની
યોજનાઓ અને વિકાસના કામોને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
ચૂંટણીના મેદાનમાં ભાજપની મજબૂતીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મતદાન પહેલા જ જિલ્લાની ૧૪ બેઠકો પર
ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે. આ વિજય કૂચ આગળ વધતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની
તમામ બેઠકો પર ભાજપ ભવ્ય જીત હાંસલ કરશે તેવો વિશ્વાસ અતુલભાઈ કાનાણીએ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણીલક્ષી આયોજનને વેગ આપવા માટે જિલ્લા ભાજપ દ્વારા ૩૪ જિલ્લા પંચાયત બેઠકો પર કાર્યદક્ષ ઇન્ચાર્જશ્રીઓની નિમણૂક
કરવામાં આવી છે. આ સુવ્યવસ્થિત આયોજન અને સંગઠનની શક્તિના જોરે ભાજપ દરેક સ્તરે ઐતિહાસિક બહુમતી સાથે વિજયી બનશે.















Recent Comments