સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના માર્ગ સુવિધાઓને મજબૂત બનાવવા માટે કુલ રૂપિયા ૩૩.૯૮ કરોડના વિવિધ વિકાસકાર્યોને સેધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી તા ૦૧-૦૪ -૨૦૨૬ ના રોજ આપવામાં આવી હોવાનું સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું છે.
આ અંતર્ગત લીલીયા તાલુકાના પુતળીયા – મોટા કણકોટ રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૧.૫૦ કરોડ, હાથીગઢ- ઢાંગલા રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૧.૯૦ કરોડ ની મંજુરી આપવામાં આવી
સાવરકુંડલા તાલુકા ના ઘનશ્યામનગર -રાયડી રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ. ૩.૬૦ કરોડ, લીખાળા – વિજપડી રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૨.૩૦ કરોડ, ખોડીયાળા- આદસંગ રોડ પરના ના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૧.૩૦ કરોડ , થોરડી -ઘનશ્યામનગર રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી , રૂ ૧.૬૦ કરોડ, શેલણા -જેજાદ રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૧.૭૨ કરોડ ,મોટા જીજુડા -બાઢડા રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૨.૦૦ કરોડ,આબરડી -કૃષ્ણગઢ રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૧.૮૦ કરોડ, દાધિયા – નવાગામ રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૪૦ લાખ, ડેડકડી -ભોકરવા રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ.૩.૫૦ કરોડ, અભરામપરા – આંબરડી રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ . ૨.૫૦ કરોડ, ખોડીયાળા -ખાંભા રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ.૮૦ લાખ, જીરા -આંબા રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ. ૩.૦૦ કરોડ, મેરિયાણા -ખડસલી રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૧.૪૦ કરોડ, આબરડી પરા પ્રાથમિક શાળા થી માર્કટ સુધી રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી રૂ ૧.૦૦ કરોડ, પીપરડી રાણીગામ રોડ પરના નોન પ્લાન રસ્તા પર રિસર્ફસિંગની કામગીરી નું ૩.૬૬ કરોડનું કામ કુલ ૩૩.૯૮ કરોડના કામોની મંજુરી આપવામાં આવી.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને પ્રાથમિકતા આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નોન-પ્લાન રસ્તાની મંજુરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકારના સકારાત્મક અભિગમને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ તેજ બની રહી છે.















Recent Comments