ભાવનગરમાં શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ
ભાવનગરમાં પણ રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં શિવાજી સર્કલ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રાજ્ય કક્ષાના શિક્ષણમણત્રી વિભાવરી દવેની હાજરી કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત આનંદનગર અને આખલોલ જકાતનાકા અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી.
ભાવનગરના ગ્રામીણ વિસ્તારમાં ૬ રસીકરણ કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ૮ હજાર લોકોને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે.
Recent Comments