fbpx
ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી તળાજા ખાતે કરવામાં આવશે

વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા ધ્વજવંદન કરાવશે

૭૩ મા પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી તળાજા ખાતે કરવામાં આવશે. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રીશ્રી ધ્વજવંદન કરાવશે.

આ ધ્વજવંદન કાર્યક્રમ તળાજા ખાતે આવેલ આઇ.ટી.આઇ.ના મેદાનમાં યોજવામાં આવશે. ધ્વજવંદન બાદ મંત્રીશ્રી દ્વારા પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મંત્રીશ્રી દ્વારા ઉદબોધન અને પદક-પ્રદાન અને સન્માન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ/હોમગાર્ડ/એન.સી.સી.ની પરેડ, ઈનામ વિતરણ, વૃક્ષારોપણ વગેરે જેવાં કાર્યક્રમો રાષ્ટ્રભક્તિના વાતાવરણ વચ્ચે માં ભારતીની આન, બાન અને શાન વચ્ચે યોજાશે. 

આ ઉજવણી અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.     

Follow Me:

Related Posts