fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝ ટેનીસબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત કચેરી દ્વારા સંચાલિત “આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત માઉન્ટેડ યુનિટનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાવનગર જિલ્લા ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝ ટેનીસબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજ રોજ પ્રારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટરશ્રી યોગેશ બી. નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન.જી.વ્યાસ તેમજ શિક્ષણાધિકારી કચેરીનાં શિક્ષણ નિરીક્ષકશ્રી મહેશભાઇ પાંડે, પ્રતિપાલસિંહ અને વિક્રમસિંહ, શાસનાધિકારીશ્રી યોગેશભાઈ ભટ્ટ સાથેનાં અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવેલ. 

આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી, જિલ્લા આરોગ્ય કચેરી-જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જેવી ટીમો વિજેતા થયેલ અને આ ટીમો આગળનાં રાઉન્ડમાં રમવા પહોચશે.

Follow Me:

Related Posts