fbpx
ગુજરાત

માતા પિતાએ કોઈક કારણસર ઠપકો આપતા કિશોરી ઝેર પીને પોલીસ મથકે પહોંચી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત

અત્યંત ચોકાવનારો કિસ્સો સુરતશહેરમાં બન્યો છે. જેમાં કાપોદ્રા વિસ્તારમાં એક માતા પિતાએ કોઈક કારણસર ઠપકો આપતા પોતાની કિશોરીએ ઝેર પી લીધું હતું. પોલીસ સ્ટેશનથી થોડાક જ અંતરે ઝેર પી લીધા બાદ કિશોરી પોલીસ મથકે પહોંચતા પોલીસે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જાેકે ટુંકી સારવાર બાદ કિશોરીનું મોત નિપજ્યું હતું. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પુણા અર્જુન નગર ખાતે રહેતા પંકજભાઈ સદાવ્રતી હીરાના કારખાનામાં મજુરી કામ કરે છે. તેમની પુત્રી ૧૭ વર્ષીય પુત્રી તન્વી ધો.૧૨માં અભ્યાસ કરતી હતી. શનિવારે તન્વીએ સીમાડા નાકા રાજગાર્ડન પાસે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તન્વી કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી હતી. તન્વીએ ઝેર પીધું હોવાની જાણ થતા પોલીસે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તન્વીનું મોત નિપજ્યું હતું. માતા-પિતાએ કોઈક વાતે ઠપકો આપતા તન્વીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું

Follow Me:

Related Posts