લાઠી તાલુકાના ઠાંસા, ઇંગોરાળા અને પાડરશીંગા માં વડીલોને કોરોનાની રસી અપાઈ

દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસોદર માં સામેલ ઠાંસા, ઈંગોરાળા અને પાડરસિંગા ખાતે કોરોના રસીકરણ ના કેમ્પ નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત આ ગામો ના ૬૦ વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ નાગરિકો ને કોરોના ની રસી આપવા માં આવી. આ રસીકરણ ઝુંબેશ ને સફળ બનાવવા ડો. રોહિત ગોહિલ અને ડો. હરિવદન પરમાર ના નેતૃત્વ માં તમામ પેટા આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ ભાવિક મહેતા, કમલેશ ભાસ્કર, નિતા ભાસ્કર, સુમન સોલંકી, કૈલાસ કામલીયા અને આશા બહેનો ખૂબ જેહમત ઉઠાવી રહ્યા છે. તેમજ સુપરવાઈઝર અમૃત પટેલ અને રંજનબેન દ્વારા સાઈટ પર લોકો ને આરોગ્ય શિક્ષણ આપી લોકજાગૃતિ માટે ના પ્રયાસો કરતા બહોળા પ્રમાણ માં ઉત્સાહભેર વડીલો એ રસી મુકાવેલ છે. તેમજ આવનારા દિવસો માં પણ વધુ માં વધુ લોકો આ રસીકરણ નો લાભ લે તેવી અપીલ કરેલ છે
Recent Comments