અમરેલી

રાજુલા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના પીએમ પોષણ (મધ્યાહન ભોજન કેન્દ્રો)માં સંચાલક કમ કુકની આવશ્યકતાઃ તા.૨૫ મે સુધીમાં અરજી કરવી

 અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ખેરા-૨, ચારોડીયા, દાંતરડી, ધારનો નેસ, નેસડી-૦૧, નવી બારપટોળી, ભચાદર, ભાક્ષી-૩, માંડરડી જૂની, વલ્લભનગર પ્રાથમિક શાળાના પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન કેન્દ્રોમાં) સંચાલક કમ-કુકની આવશ્યકતા હોય પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તા.૨૫ મે,૨૦૨૬ સુધીમાં અરજી કરવી. જરુરી નમૂનાનું અરજીપત્રક રાજુલા તાલુકા મામલતદાર કચેરી, પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન કેન્દ્ર) પાસેથી મેળવી લેવું. પત્રકમાં જરુરી વિગતો ભરીને તે તા.૨૫ મે,૨૦૨૬ બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજુલા તાલુકા મામલતદાર કચેરી ટપાલ શાખાને પહોંચાડવું. અરજી, લાયકાત, વય મર્યાદા અને સરકાર દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ મુલાકાત માટે બોલાવવામાં આવશે. વધુ માહિતી અને વિગતો માટે રાજુલા તાલુકા મામલતદાર કચેરી, પી.એમ.પોષણ શાખાનો સંપર્ક કરવો તેમ રાજુલા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts