fbpx
અમરેલી

વડિયા-ખાખરીયા વચ્‍ચેનાં ખેડૂતો ધૂળની સમસ્‍યાથી પરેશાન

બ્રોડગેજ રેલ્‍વે આવી રહૃાાનો આનંદ હવે આક્રંદમાં ફેરવાયો વડિયા-ખાખરીયા વચ્‍ચેનાં ખેડૂતો ધૂળની સમસ્‍યાથી પરેશાન ભરપૂર વરસાદ છતાં પણ લીલાછમ્‍મ ખેતરને બદલે સફેદ રણ જેવો માહોલ જોવા મળી રહૃાોછે વડીયાથી ખાખરીયા સુધીનાં ખેડૂતોના શિયાળુ વાવેતર છે પણ વાવેતરની જગ્‍યાએ ખેડૂતોની જમીનમાં કાળી માટીની જગ્‍યાએ સફેદ જમીનો નજરે પડી રહી છે. જે     શિયાળુ વાવેતરના લીલાછમ્‍મ ખેતરો જોવા મળતા હોય છે ત્‍યારે અહી માત્ર સુકી જમીન અને એ પણ તિરાડો પડેલ જણાઈ રહી છે. ત્‍યારે આ ખેડૂતોના પાકોને તો ઠીક પણ જમીનોમાં પણ   કાળી માટીની જગ્‍યાએ સફેદ માટી જોવા મળી રહી છે. તેનું મુખ્‍ય કારણ એક જ છે અહીથી બ્રોડગેજ રેલ્‍વેનું કામ શરૂ છે જેના આવતા-જતાં વાહનોની અવર-જવારથી આ ખેડૂતોના પાકોને ભારે નુકસાન પહોંચ્‍યું છે અને આજ મુદા ઉપર ખેડૂતોએ સરકાર પાસે આવેદન આપીને એક સુવિધા માટે ખેડૂતોની રોજીરોટી છીનવાઈ છે તેનું વળતર માંગ્‍યું છે. 3પથી પ0 ખેડૂતોની જમીનોનાં શિયાળુ વાવેતરમાં આ ઓવરલોડ ડમ્‍પરો અને રેલ્‍વેના કામોને લઈને ઉડતી ધૂળની રાત-દિવસ ડમરીઓથી નુકસાન થઈ રહૃાું છે અને આજ નુકસાનને લઈને ખેડૂતો પરેશાન થયા છે. શરૂમાં ખેડૂતો ખુશ હતા કે બ્રોડગેજ રેલ્‍વેનું કામ શરૂ થયું છે ત્‍યારે ખેડૂતોએ હરખ સાથે નાની-મોટી પાકોમાં નુકસાનીઓ ગણકારી નહી. પરંતુ આ ગોકળગાય માફક ચાલતા છેલ્‍લા ત્રણ વર્ષથી ખેડૂતોના ઉભા પાકોની નુકસાનીઓ વેઠી રહૃાા છે. મયફળી, કપાસ અને શિયાળુવાવેતરમાં ખેતરોની જમીનોમાંથી છોડ બહાર નીકળીને બળી જતાં ખેડૂતોમાં રોષ પણ ભભુકયો છે અને મામલતદારને આવેદનપત્ર આપીને ચીમકી પણ ઉચ્‍ચારી છે કે આગામી દિવસોમાં આ બેફામ બનેલા કોન્‍ટ્રાકટરો ઉપર લગામ લાદવામાં નહી આવે તો અમો ટ્રક રોકીને ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. કોરોના મહામારી વચ્‍ચે ખેતમજુરોની અછત છે એમાંય અમુક મજૂરો મળે તો એ મજૂરો અહીની ઉડતી ધૂળની ડમરીઓથી ત્રાહિત થઈને ખેડૂતને ના કહે છે. ત્‍યારે અહી ખેડૂતો પોતાના પરિવાર સાથે માત્ર રોજ રખાોપા કરે છે પાકોમાં ડસ્‍ટ ઉડાડવાની. અહી ખેડૂતો રોજબરોજ પોતાના ખેતરોના પાકોમાં જામેલ ડસ્‍ટ ઉડાડવાની કામગીરીઓ કરી રહૃાાં છે. ત્‍યારે અહીના તમામ ખેડૂતો એકત્રીત થઈને મીડિયા સામે રોષ પણ ઠાલવ્‍યો હતો.

Follow Me:

Related Posts