fbpx
બોલિવૂડ

વરુણ-નતાશાના લગ્નઃ સામેલ થનાર દરેક માટે કોવિડ ૧૯નો ટેસ્ટ ફરજીયાત

વરુણ ધવન તથા નતાશા દલાલ પરિવાર તથા મિત્રો સાથે અલીબાગ પહોંચી ગયા છે. ૨૪મી જાન્યુઆરીના રોજ વરુણ તથા નતાશા લગ્ન કરશે. જાેકે, નતાશાએ ‘નો ફોન’ પોલીસીનો કડક અમલ થાય તે વાત વેડિંગ પ્લાનરને કહી દીધી છે. આટલું જ નહીં લગ્નમાં સામેલ થનાર દરેક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પણ સબમીટ કરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નતાશા દલાલ નથી ઈચ્છતી કે સોશિયલ મીડિયામાં તેમના લગ્નના કે પછી કોઈ પણ સેરેમીની તસવીરો આવે. આથી જ નતાશાએ ‘નો ફોન પોલીસી’નો કડક અમલ થાય તેવી સૂચના વેડિંગ પ્લાનરને આપી દીધું છે. આટલું જ નહીં હોટલના સ્ટાફ તથા ઘરનો સ્ટાફ પણ લગ્નમાં હશે. તેમના ફોન શુક્રવાર, ૨૨ જાન્યુઆરીના રોજ સીલ કરી દેવામાં આવ્યા છે.
તેમને લગ્નના ફંક્શન પૂરા થયા બાદ જ ફોન આપવામાં આવશે. લગ્નમાં સામેલ થનાર દરેકે દરેક વ્યક્તિએ પોતાનો કોવિડ ૧૯નો રિપોર્ટ વેડિંગ પ્લાનર પાસે જમા કરાવવાનો રહેશે. આટલું જ નહીં લગ્નના સ્થળ પર થોડાં થોડાં અંતરે માસ્ક-સેનિટાઈઝર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાનને ડિસઈન્ફેક્ટિંગ કરવા માટે મેન્શનમાં દરેક જગ્યાએ ેંફઝ્ર (અલ્ટ્રાવાયોલેટ) મૂકવામાં આવ્યા છે. ગુજરાતી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા શુક્રવાર, ૨૨ જાન્યુઆરીના રોજ અલીબાગમાં જાેવા મળ્યા હતા. વીણા નાગડા બોલિવૂડ મહેંદી ક્વીન તરીકે લોકપ્રિય છે.
તેમણે અનેક બોલિવૂડ સેલેબ્સના લગ્નમાં મહેંદી મૂકી છે. વરુણ ધવનના લગ્નમાં પણ નતાશા દલાલના હાથમાં વીણા નાગડાએ જ મહેંદી મૂકી છે. વરુણ ધવન તથા નતાશા દલાલ અલીબાગમાં આવેલા ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં લગ્ન કરવાના છે. આ મેન્શનમાં ૨૫ રૂમ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, કુનાલ કોહલી સહિતના કેટલાંક મહેમાનો અલીબાગ પહોંચી ગયા છે. કેટલાંક સેલેબ્સ આજે એટલે કે ૨૩ જાન્યુઆરીના રોજ આવશે. વરુણ ધવન ડિઝાઈનર કુનાલ રાવલના ડિઝાઈનર આઉટફિટ પહેરવાનો છે. જ્યારે નતાશા પોતે જ એક ફેશન ડિઝાઈનર છે અને તેણે પોતાના બ્રાઈડલ વેર જાતે જ ડિઝાઈન કર્યા છે.

Follow Me:

Related Posts