fbpx
રાષ્ટ્રીય

વિશ્વના ૧૦ ટકા ધનવાનો પાસે વિશ્વની ૮૦ ટકા સંપત્તિ

અબજપતિઓ પર તેમની સંપત્તિ અંગે વિવિધ પ્રકારના સંપત્તિવેરા લાદવામાં આવી રહ્યા છે. તેમા પ્રોગ્રેસિવ રેટે લાદવામાં આવતો વેલ્થ ટેક્સ તથા કુલ સંપત્તિના મૂલ્ય પર લાદવામાં આવતા વેરાનો સમાવેશ થાય છે. દસ લાખ ડોલરથી વધુ રકમની સંપત્તિ પર એક ટકા વેરો લાદવામાં આવે છે. વૈશ્વિક અબજપતિઓમાં ત્રણ ટકા જેટલો હિસ્સો કુલ વૈશ્વિક આવકના ૧.૬ ટકા હિસ્સાનું સર્જન કરી શકે છે. અહેવાલ સૂચવે છે કે ૧૫ ટકાનો લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ અત્યંત નીચો છે. તેના લીધે ઇયુમાં ૮૩.૩ અબજ ડોલરનો ફાયદો, અમેરિકામાં ૫૭ અબજ યુરોનો ફાયદો, ચીનને ૬.૧ અબજ યુરો તથા ભારતને ૫૦ લાખ યુરોની આવકનું સર્જન થાય છે. અમે અબજપતિઓ પર ગ્લોબલ વેલ્થ ટેક્સ લાદવાનું સૂચન કર્યુ છે. તેમા દસ અબજ ડોલર કે યુરોથી વધારે સંપત્તિ ધરાવનારા પર આ વેરો લાદવામાં આવશે, એમ વર્લ્‌ડ ઇનઇક્વાલિટી લેબના ડિરેક્ટર લુકાસ ચાન્સેલે જણાવ્યું હતું. વિશ્વના ટોચના દસ ટકા સંપત્તિવાનો વિશ્વની ૬૦થી ૮૦ ટકા સંપત્તિ છે. જ્યારે ગરીબો પાસે પાંચ ટકાથી પણ ઓછી સંપત્તિ છે. જ્યારે વિશ્વના એક ટકા અબજપતિઓએ નેવુના દાયકાના મધ્યાંતરથી તેમની સંપત્તિમાં ૩૮ ટકા વધારો નોંધાવ્યો હતો. તેની સાથે ૨૦૨૧માં વિશ્વના અબજપતિઓની સંપત્તિ વૈશ્વિક કૌટુંબિક સંપત્તિનો ૩.૫ ટકા હિસ્સો હતી. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા સાતમી ડિસેમ્બરે પ્રકાશિત થનારા વૈશ્વિક અસમાનતા અહેવાલમાંઆ વિગત જણાવવામાં આવશે. વૈશ્વિક અબજપતિઓની સંપત્તિ ૨૦૨૧માં કુલ વૈશ્વિક કુટુંબ દીઠ સંપત્તિમાં ૩.૫ ટકા હિસ્સો ધરાવતી હતી. આમ વિશ્વના ટોચના ધનપતિઓમાંથી ૦.૦૧ ટકા ધનપતિઓનો હિસ્સો ૧૯૯૭ના સાત ટકાથી વધીને ૨૦૨૧માં ૧૧ ટકા થયો છે. અહેવાલ સૂચવે છે કે અબજપતિઓ પર તેમની સંપત્તિ અંગે વિવિધ પ્રકારના સંપત્તિવેરા લાદવામાં આવી રહ્યા છે. તેમા પ્રોગ્રેસિવ રેટે લાદવામાં આવતો વેલ્થ ટેક્સ તથા કુલ સંપત્તિના મૂલ્ય પર લાદવામાં આવતા વેરાનો સમાવેશ થાય છે. દસ લાખ ડોલરથી વધુ રકમની સંપત્તિ પર એક ટકા વેરો લાદવામાં આવે છે. વૈશ્વિક અબજપતિઓમાં ત્રણ ટકા જેટલો હિસ્સો કુલ વૈશ્વિક આવકના ૧.૬ ટકા હિસ્સાનું સર્જન કરી શકે છે. અહેવાલ સૂચવે છે કે ૧૫ ટકાનો લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ અત્યંત નીચો છે. તેના લીધે ઇયુમાં ૮૩.૩ અબજ ડોલરનો ફાયદો, અમેરિકામાં ૫૭ અબજ યુરોનો ફાયદો, ચીનને ૬.૧ અબજ યુરો તથા ભારતને ૫૦ લાખ યુરોની આવકનું સર્જન થાય છે. અમે અબજપતિઓ પર ગ્લોબલ વેલ્થ ટેક્સ લાદવાનું સૂચન કર્યુ છે. તેમા દસ અબજ ડોલર કે યુરોથી વધારે સંપત્તિ ધરાવનારા પર આ વેરો લાદવામાં આવશે, એમ વર્લ્‌ડ ઇનઇક્વાલિટી લેબના ડિરેક્ટર લુકાસ ચાન્સેલે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts