વિસામણબાપુ વાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા બાપુની શુભેચ્છા મુલાકાતે અમરેલી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ

કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી અને પ્રખર ધારાશાસ્રી માનનીય શ્રી વિસામણબાપુ વાળા એ પ્ાોતાના જીવન ના ૧૦૦વર્ષ પૂર્ણ કરેલ હોય, સતત સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ અને અનેક લોકોને ન્યાય અપાવનાર એવા માનનીય શ્રી વિસામણબાપુ વાળા ની જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલીના અગ્રણીઓએ તેમના માણેકપ્ારા , અમરેલી ખાતેના નિવાસસ્થાને મુલાકાત લીધેલ હતી, અને પૂજ્ય વિસામણબાપુને શાલ ઓઢાડી અને ગુલદસ્તો આપીને સન્માન કરેલ હતું.
આ કાર્યક્નમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, કોંગ્રેસ અગ્રણી અને નેતા વિપ્ાક્ષશ્રી પ્ારેશભાઈ ધાનાણીના લઘુબંધુ શ્રી શરદભાઈ ધાનાણી, પૂર્વ જિલ્લા પ્ાંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અને કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરૂ, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ અને ધારાશાસ્રી શ્રી નિસિથભાઈ પ્ાટેલ ઉપ્ાસ્થિત રહ્યા હતા.
ઉપ્ાસ્થિત અગ્રણીઓએ માનનીય શ્રી વિસામણબાપુ વાળા ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી અને દીર્ઘાયુ બની સતત સમાજ સેવા કરતા રહો એવી શુભકામના પાઠવી હતી.
આ તકે માનનીય શ્રી વિસામણબાપુ એ પ્ાણ પ્ાોતાની જૂની યાદો તાજી કરી શુભેચ્છા મુલાકાતે ગયેલા અગ્રણીઓને ઉમળકાભેર આવકાર આપ્યો હતો.
Recent Comments