fbpx
અમરેલી

સાવરકુંડલાનાં સેવાભાવી ડો. જયંતીભાઈ તેરૈયાનાં નિધનથી શોકનો માહોલ

આમ તો સાવરકુંડલા શહેરનાં ભામાશા સમા સ્‍વ. ડો. જયંતિભાઈ તેરૈયાની અણધારી વિદાયથી સમગ્ર સાવરકુંડલા પંથકમાં ગમગીની છવાઇ ગઇ છે. એમનું એ વ્‍યક્‍તિત્‍વ લોકોનાં દિલોદિમાગમાં હમેશાં અંકિત રહેશે. એમની જીવનઝરમરનાં કેટલાક અંશો અહીં પ્રસ્‍તુત છે. જે તેના સત્‍કાર્યોની હમેશાં સાક્ષી પૂરતાં રહેશે. આમ તો આપણે કલ્‍પના પણ ન કરી શકીએ, પોતાના વિદ્યાર્થી કાળમાં અખબારનું વિતરણ કરનાર એક વિદ્વાન અને સામાજિક ચેતનાનું એક અદ્‌ભૂત અને અલભ્‍ય રસાયણ બની વિદ્યા જગતમાં એક અનુંઠુ ઉદારણ બની શકે. હા, જહાં રાહ હૈ વહાં ચાહ હૈં !! આ પંક્‍તિતને શબ્‍દશઃ સાર્થક કરતું જો કોઈ નામ હોય તો નિર્વિવાદ રીતે કાણકિયા કોલેજ સાવરકુંડલાનાં ભૂતપૂર્વ પ્રાપ્રયાપક ‘સ્‍વ. ડો. જયંતિભાઈ તેરૈયા’.શરૂઆતમાં ઈન્‍ડિયન રેલ્‍વે વિભાગમાં ટી.ટી. તરીકે 1960થી પોતાની કારકિર્દી શરૂકરતાં જયંતિભાઈ તેરૈયાનું નામ એક માનવીય સદગુણોની ટંકશાળ તરીકે લઇએ તો અતિશયોક્‍તિત નહીં ગણાય. હા, ભારતીય રેલવે એટલે વૈવિઘ્‍યનો ભંડાર જાતભાતનાં મુસાફરો સાથે લગભગ દસેક વર્ષ સુધી ટી.ટી. તરીકે કાર્ય કરતાં એક દિવસ સાવરકુંડલા કાણકિયા કોલેજનાં ખાતમુહૂર્ત માટે છેક મુંબઈથી દાતાઓથી ભરેલી એક ટ્રેન જયારે સાવરકુંડલાનાં રેલ્‍વે સ્‍ટેશન પર પહોંચે છે. અને આ સમગ્ર ટ્રેન મુંબઈનાં પ્રતિષ્ઠિત વેપારી ઉદ્યોગપતિ અને સમાજનાં શ્રેષ્ઠીઓથી ખીચોખીચ હતી. આ જ ટ્રેનમાં જયંતિભાઈ ટી.ટી. તરીકે ફરજ બજાવતા હતાં. એમનાં ઉપરી અધિકારીને ખૂબ જ નમ્ર ભાવે તેમણે કહેલું ‘સાહેબ, આ સમાજ શ્રેષ્ઠીઓ દાન દેવા નિકળ્‍યા છે. આની ટિકિટ તપાસવાનો સંશય કરીએ તો પણ વધારે પડતું ગણાશે અને આ રીતે તેઓ ગાંધી મૂલ્‍યોનું સંવર્ધન કરતાં લલ્લુભાઈ શેઠનાં સંપર્કમાં આવ્‍યાં અને આ કોલેજમાં પ્રાઘ્‍યાપક તરીકે ફરજ બજાવવાની તક મળી. આમ તેઓએ 1971ની સાલથી અત્રે નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા કોલેજમાં મનોવિજ્ઞાનનાં પ્રાઘ્‍યાપક તરીકે સેવા આપવાની શરૂઆત કરી. આમ સાવરકુંડલાની આ કોલેજને પોતની ઘર તુલ્‍ય સમજતાં આ પ્રાઘ્‍યાપક ગરીબ વિદ્યાર્થીઓને પણ સમયોચિત આર્થિક યદદ માટે અહર્નિશ તૈયાર રહેતાં આ કોલેજમાં પણ પ્રવેશદ્વાર,કોલેજમાં લોખંડની ગ્રીલ પ્રાર્થના ખંડમાં મા સરસ્‍વતીની મૂર્તિનું અનુદાન, વિદ્યાર્થીઓને એન.એસ.એસ. કાર્યક્રમમાં સમગ્ર વિદ્યાર્થીઓને ભોજન પ્રબંધ પોતાના ખર્ચે કરાવતાં આ ઉપરાંત આ કોલેજમાં પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્‍ધ કરાવવા એક બોરવેલ બનાવવા માટે રૂપિયા એક લાખનું અનુદાન પણ આપેલ આ ઉપરાંત શહેરની મોટાભાગની સામાજિક સંસ્‍થાઓને સમયોચિત આર્થિક અનુદાન આપવા માટે સદા તૈયાર. શહેરની તમામ માઘ્‍યમિક ઉચ્‍ચતર માઘ્‍યમિક અને પ્રાથમિક શાળાઓમાં માં સરસ્‍વતીની મૂર્તિનું અનુદાન આ ઉપરાંત ગરીબ દર્દીઓને સારવાર અર્થે આર્થિક ગુપ્ત દાન પણ અવારનવાર કરવાની ખેવના રાખતાં હા, તેઓએ લંડન, જર્મની, સ્‍વીડન, અમેરિકા, નોર્વે સમેત ઉત્તર ધ્રુવનાં દેશોમાં આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય તરીકે ભારતનાં ગુજરાત, રાજસ્‍થાન, મહારાષ્ટ્ર અને હરિદ્વારમાં લગભગ પ00 જેટલી ભાગવત કથાઓનું રસપાન કરાવેલ છે. વ્‍યાસપીઠ દ્વારા વિદેશોમાં તો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ખૂબ જ રસરંજક રીતે વિદેશીઓને પણ આપણી સંસ્‍કૃતિ અને અર્વાચીન પરંપરાઓથી પણ માહિતગાર કર્યા છે. તેઓશ્રી આ ભાગવત સપ્તાહ દરમિયાન આવેલી તમામ રકમ માત્ર લોકસેવાર્થે જ વાપરી છે. આમ લોકસેવા એજ પ્રભુ સેવાને  જીવનમંત્ર બનાવી નિષ્‍કામ યોગના સાધક તરીકે સંયમપૂર્ણ જીવવાની અનોખો રાહ પણલોકોને ચીંધી અને ‘પ્રાર્થનાના બે હાથ કરતાં માનવસેવાનો એક હાથ વધારે પ્રભાવી રહે છે’ તે સિઘ્‍ધ કરી બતાવ્‍યું હતું. અને વિદેશમાં સ્‍વીડનની સ્‍ટોકહોમ યુનિવર્સિટી ખાતે‘ મનોવિજ્ઞાન અને જીવન’ એ વિષય પરત્‍વે વિશદ છણાવટ કરી અને સવિસ્‍તર પ્રવચન પણ આપેલ એ નોંધનીય પ્રસંગ જ હતો. આ સિવાય 1997માં જયારે વિદેશ ભાગવત કથા નિમિત્તે જવાનું હતું પરંતુ વીઝા મેળવવામાં નિષ્‍ફળતા મળતાં આ અંગે તત્‍કાલીન ભાજપનાં પૂર્વ વડાપ્રધાન સ્‍વ. અટલબિહારી વાજપેયીજીને આ અંગે જાણ કરતાં સ્‍વ. અટલબિહારી વાજપેયીએ તેમની નિષ્‍કામ કર્મ યોગનું સંજ્ઞાન લઈ અને તેઓનાં લેન્‍ડલાઈન નંબર 0ર84પ રરર90પ સાવરકુંડલા ખાતે ફોનની ઘંટડી રણકી સામે છેડેથી સ્‍વ. અટલબિહારી વાજપેયીજીનો અવાજ સાંભળીને તેરૈયા ખુદ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્‍વ. અટલબિહારી વાજપેયી કહી રહ્યા હતા કે પંડિતજી આપ બંબઈ પહુંચો આપકો વીઝા મિલ જાયેગા. પર આપ નિષ્‍કામ યોગથી સેવા કરો છો તેનાથી પ્રભાવિત થયા હતા અને કહ્યું હતું કે આપ આપની ભાગવત કથાની રકમ સ્‍વીકારવી અને એ સમાજનાં ઉત્‍કર્ષ અને કલ્‍યાણ અર્થે વાપરવી.અને જયારે સાવરકુંડલામાં પ.પૂ. ડોંગરેજી મહારાજની ભાગવત કથાની પૂર્ણાહુતિ પછી પૂ. ડોંગરેજી મહારાજને વિદાય કરવા સ્‍યંમ અમદાવાદ શહેર સુધી ગયાં હતાં આ પ્રસંગે તેમણે ભાગવતકથા કરવા આશીર્વાદ આપવા કહેતા પ. પૂ. ડોંગરેજી મહારાજે નિષ્‍કામ ભાવે કથા કરવા જણાવ્‍યું. અને ત્‍યારબાદ તેરૈયાએ ભાગવત કથાની રકમ લોકહિતાર્થે કરવાનું પ્રણ લીધું હતું. તેઓ દાન ભેટને સ્‍પર્શ સુઘ્‍ધા નથી કરતાં આ રકમનો સીધો માનવ કલ્‍યાણ અર્થે કરવાનો પ્રબંધ કરતાં. તેમનું સૂત્ર ‘કિસીકો કામ જો આયે ઉસે ઇન્‍સાન કહતે હૈ, પરાયે દર્દકો જાને ઉસે ઇન્‍સાન કહતે હૈં.’ આ સૂત્ર મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા મુજબ હમેશાં સમાજનાં અંતિમ વર્ગનાં ઉત્‍કર્ષ માટે પણ સજજ રહેતાં. આમ તો તેઓ ગુજરાતનાં શીરમોર સમા ઉમાશંકર જોષીનાં વિદ્યાર્થી છે અને તેનું તેઓનું ગૌરવ પણ હતું. આ ઉપરાંત અત્રેની વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન સાવરકુંડલા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિર ખાતે છેલ્લા પાંચ વર્ષથી માનસિક ઉપચારાત્‍મક કાઉન્‍સેલીંગ કરેલું હતું . તેઓ લગભગ 3000 જેટલાં દર્દીઓનું કાઉન્‍સેલીંગ કરી દર્દીઓને માનસિક સારવારઆપેલ. અને યોગ શિક્ષક તરીકે પણ નિશૂલ્‍ક સેવા આ લલ્લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિર સાવરકુંડલા ખાતે સેવા આપી રહ્યા હતાં. આ ઉપરાંત તેઓ હાલ ગેશાળાનાં કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપે છે. અને થોડા સમય સુધી નૂતન કેળવણી મંડળનાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. આ અંગે અહીં વી.ડી. કાણકિયા કોલેજના પ્રિન્‍સિપાલ રવિયાનોસંપર્ક કરતાં તેઓ પણ આ મલ્‍ટી ડાયમેંશનલ વ્‍યક્‍તિતત્‍વ ઘરાંવતાં જયંતિભાઈ તેરૈયાનાં કોલેજના અનેક સંસ્‍મરણો વાગોળતાં અનેક સેવા કાર્યોની સદ્રષ્ટાંત અનેક કિસ્‍સાઓ વર્ણવતાં ‘જીવનમાં સુખી થવું સરળ છે, પરંતુ સુખી થયાં બાદ સરળ રહેવું અઘરું છે’ પરંતુ રવિયા ખુદ જયંતિભાઈની સરળતા, સાલસતાંથી અત્‍યંત પ્રભાવિત હતાં. તેઓની સેવા એક પિતાતુલ્‍ય સમાન સમજી તેમના વાત્‍સલ્‍ય ભાવને સદૈવ યાદ કરતાં જોવા મળે છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં સરસ્‍વતી સન્‍માન સમારંભ અને જ્ઞાતિ સમૂહ લગ્નમાં પણ તેઓનું યોગદાન પણ નોંધનીય છે અને ચાંપરડાં ગુરૂકુલનાં મુક્‍તતાનંદ બાપુએ સન્‍માન પણ કરેલ છે. આ ઉપરાંત અહીં સમસ્‍ત બ્રહ્મ સમાજનાં જ્ઞાતિ વાડીનાં ભોજન કક્ષનાં દાતા તરીકે પણ ખૂબ જ મોટી રકમનું અનુદાન આપ્‍યું હતું અને એક ભાગવત કથા પેટેની રકમ પણ આપી હતી . અને બ્રહ્મ સમાજનાં ટ્રસ્‍ટી તરીકે પણ સેવા આપે છે. અને 78 વર્ષની ઉંમરે 49 વર્ષની કારકિર્દી દરમિયાન સેવા એ જ સાધના એ સિઘ્‍ધાંત મુજબ ‘મારી આંખો મીંચાઈ ત્‍યાં સુધી મારે સમાજ સેવા કરવાવાનાં મનોરથ સેવી રહ્યાં છે’. આમ એક ઇન્‍સાન ધારે તો શું ન કરી શકે તેની જીવતી જાગતી મિસાલ એટલે નિષ્‍કામ યોગી જયંતિભાઈ તેરૈયા. સાવરકુંડલા શહેરને આ વણપૂરાયેલી ખોટ ખૂબ જ સાલશે.

Follow Me:

Related Posts