fbpx
અમરેલી

સાવરકુંડલાના માનવ મંદિરે ભક્તિ બાપુની લાડકી દીકરી જાનકી ના લગ્નોત્સવમાં મહાનુભવો નો મેળવાળો

સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં પૂજ્ય ભક્તિ બાપુ ની લાડકી દીકરીના લગ્ન સમારંભ પ્રસંગે અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને માનવમંદિર ના સેવક પરિવારની વિશાળ હાજરીમાં ધામધૂમથી લગ્નોત્સવ યોજાઈ ગયો માંગરોળ નજીક લોજ ગામ ના પ્રવીણભાઈ ગોંડલીયા ના સુપુત્ર ચિ. રવિ સાથે ભક્તિ બાપુ ગોંડલીયા ની જાનકીના લગ્નોત્સવ માં હજારો સેવકોએ આશીર્વાદ આપ્યા અને લગ્નોત્સવ ની શોભા માં અભિવૃદ્ધિ કરી સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ખોડલધામ ના સુપ્રીમો નરેશ પટેલ પૂર્વ કૃષિમંત્રી વઘાસિયા  હિરેન હિરપરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત જેસર તાલુકા પંચાયતના પ્રમુખ નિરુભા સરવૈયા રાજુલાના યુવાન એડવોકેટ સાગર સરવૈયા ડો.બાવળીયા અને રામપરા ના લાલભાઈ જીટીપીએલ ના અનકભાઇ વાળા ઈરફાન ગોરી સહિતના અગ્રણીઓ તેમજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ દોષી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી રાજકોટ પીજીવીસીએલ સૌરાષ્ટ્ર ઝોનના મલકાણ સાહેબ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા રાજુલા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા શરદ પંડયા. પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને માનવ મંદિર ના જીવન સેવક મનસુખ વસોયા મોટી ખીલોરી વાળા તેમજ પત્રકાર શ્રી ઓ સૂર્યકાંત ચૌહાણ દિલીપ જીરુકા કેતન બગડા હરેશ ખુમાણ રાહુલ બગડા ભરતભાઈ ખુમાણ સહિતના પત્રકારોએ હાજરી આપી હતી તેમજ લગ્ન ગીત સંગીતની સુરાવલી સાથે વરરાજા રે મંડપમાં આવી રહ્યા હતા ત્યારે માનુ મંદિર માં રહેતી 55 મનોરોગી બહેનો પણ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ નાચી ઊઠી હતી અને વાજતે ગાજતે પાલક પિતા અને મનોરોગી દીકરીઓના ઉદ્ધારક ભક્તિ બાપુ ની લાડકી દીકરી જાનકી ના લગ્ન પ્રસંગે નાચી ઊઠી હતી

Follow Me:

Related Posts