fbpx
ગુજરાત

સી.સી.ટી.વીની દેખરેખમાં રાજ્યના ૮ સ્થળો પરPSI અને LRDની શારીરિક પરીક્ષા યોજાઈ

ગુજરાત પોલીસમાં ઁજીૈં અને ન્ઇડ્ઢની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આજથી શરૂ થઈ ગઈ છે. જે ૨૯મી જાન્યુઆરી ૨૦૨૨ સુધી ચાલશે. જાેકે કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ૧૫ જેટલા મેદાનોમાંથી ૭ જગ્યાએ કસોટી ૩-૪ ડિસેમ્બર માટે મોકૂફ રાખવામાં આવી છે. ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી, વાવ-સુરત, નડિયાદ અને ગોધરા માટે નવી તારીખો જાહેર કરાશે અને બાકીના ૮ મેદાન પર આજથી ફિઝિકલ ટેસ્ટ શરૂ કરાઈ છે.
કેટલાંક ઉમેદવારોને લગ્ન, સરકારી ભરતીની પરીક્ષાની તારીખ અને ફિઝિકલ ટેસ્ટની તારીખ એક જ આવતી હોવાથી ઁજીૈં તેમજ ન્ઇડ્ઢ ભરતી બોર્ડે તારીખ બદલવાની અરજીઓ મંગાવી હતી. જેમાં ઁજીૈં માટે ફિઝિકલ ટેસ્ટની તારીખ બદલવા અરજી કરનાર ઉમેદવારોનું લિસ્ટ મુકવામાં આવ્યું છે જેથી ઉમેદવારો વેબસાઈટ પર જઇ અને લિસ્ટ ચેક કરી શકે છે. પ્રથમ તબક્કામાં ૬૧૭ જેટલા ઉમેદવારોની અરજી માન્ય રાખી અને તેઓનું લિસ્ટ જાહેર થયું છે.
આજે સવારે ૬ વાગ્યાથી ઉમેદવારની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ગ્રાઉન્ડના મુખ્ય દરવાજાથી સવારે ૬ વાગ્યે કોલલેટર તપાસીને તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારોએ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યા બાદ હોલ્ડિંગ નંબર-૧, એટલે કે વેઈટિંગ એરિયામાં બેસવાનું રહેશે. બાદમાં હોલ્ડિંગ એરિયા નંબર-૨માં ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થશે, જેના માટે ૧૦ કાઉન્ટર ગોઠવવામાં આવ્યાં છે. ૨૦૦ની સંખ્યામાં ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારોને હોલ્ડિંગ એરિયા, જ્યાં રજિસ્ટ્રેશન થયેલા ૨૦૦ની સંખ્યામાં ઉમેદવારોને દોડ માટે માર્ગદર્શન અપાશે અને ઇહ્લૈંડ્ઢ ટેગ/ચેસ્ટની ચકાસણી કરવામાં આવશે.
ઁજીૈં ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને ખાસ જણાવવામાં આવ્યું છે કે, જૂનો કોલલેટર લઈને જ નવી તારીખ મુજબ ફિઝિકલ ટેસ્ટ માટે આવવાનું રહેશે. નવો કોલલેટર ઇશ્યુ કરવામાં આવશે નહિ. તારીખ બદલવા માટે બાકી રહેલી અરજીઓનું લિસ્ટ આગામી દિવસોમાં વેબસાઈટ પર મુકવામાં આવશે. તારીખ બદલવા માટે જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓના ગ્રાઉન્ડ એ જ રાખવામાં આવ્યા છે માત્ર તારીખ જ બદલવામાં આવી છે.
રજિસ્ટ્રેશન અને ઇહ્લૈંડ્ઢ ટેગ લગાડયા બાદ દોડ માટે ઉમેદવારોને ગ્રાઉન્ડમાં રનિંગ ટ્રેક પર મોકલવામાં આવશે, જેમાં ૪ લાઈનમાં ૫૦ ઉમેદવાર એમ એકવારમાં કુલ ૨૦૦ ઉમેદવારને દોડાવવામાં આવશે. ગ્રાઉન્ડમાં રનિંગ ટ્રેકનું માપ ૪૧૬.૬૬ મીટરનું હશે. પાસ થવા માટે ઉમેદવારે વધુમાં વધુ ૨૫ મિનિટમાં ૧૨ રાઉન્ડમાં ૫,૦૦૦ મીટર દોડ પૂરી કરવાની રહેશે.
જે ઉમેદવાર નિયત સમય અથવા એની કરતાં પહેલાં દોડ પૂરી કરશે તેઓ શારીરિક ક્ષમતાની કસોટીમાં પાસ ગણાશે અને તેમને આગળ શારીરિક માપની કસોટી માટેના કાઉન્ટર પર મોકલવામાં આવશે. જે ઉમેદવાર નિયત સમય કરતાં વધુ સમય લગાવશે તેઓ નાપાસ ગણાશે અને તેમને ઇહ્લૈંડ્ઢ ટેગ પરત જમા લઈ ગ્રાઉન્ડની બહાર મોકલવામાં આવશે.
જે ઉમેદવાર શારીરિક ક્ષમતા કસોટી (દોડમાં) પાસ થયા છે તેમને આગળ શારીરિક માપ કસોટી, એટલે કે તેમનાં વજન, ઊંચાઈ અને છાતીની માપણી માટે મોકલવામાં આવશે. એના માટે ૧૦ કાઉન્ટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. બાયોમેટ્રિક વેરિફિકેશન કરીને ઉમેદવારોની શારીરિક માપ કસોટી લેવાશે, જેમાં તમામની વીડિયો-ફોટોગ્રાફી કરવામાં આવશે. જે ઉમેદવાર નિયત કરેલાં વજન, ઊંચાઈ અને છાતીના ફુલાવામાં પાસ થશે તેમની શારીરિક કસોટી પૂરી થયેલી ગણાશે અને તેમને ગ્રાઉન્ડની બહાર મોકલવામાં આવશે. જે ઉમેદવારને શારીરિક માપણી અંગે અસંતોષ હોય તેઓ ફેરમાપ માટે અપીલ કરી શકે છે.

Follow Me:

Related Posts